અજબગજબ

લસણ છોલવાનો કંટાળો આવે છે તો આ રીતે છોલો લસણ, લસણ છોલવાનો વિડીયો થઇ રહ્યો છે વાયરલ

સોશિયલ મીડિયામાં દરરોજ નવા-નવા વિડીયો વાયરલ થતા રહે છે. કહી શકાય કે, આજે લોકોનું દુનિયા સોશિયલ મીડિયાથી શરૂ થાય છે અને સોશિયલ મીડિયામાં જ પુરી થાય છે. આજે દરરોજ ઘણા એવા વિડીયો વાયરલ થતા રહે છે જે ઉપયોગી હોય છે. આપણે ઘણી વાર જોતા જોય છે કે, ફળ અને શાકભાજીની ચાલ કેમ ઉતરાવી તેનો વિડીયો. આપણે ઘણી વાર જોતા હોય છે કે, દાળ કેમ ફોલવા અને અનાનસને કેમ કાપવું જેવા વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતા હોય છે. ત્યારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, લસણ આસાનીથી કેવી રીતે ચોળી શકાય છે.

Image Source

આપણે ઘણી વાર લોકો મોઢેથી સાંભળ્યું હોય છે કે, તેલ લગાડવાથી જલ્દી લસણના ફોતરા ઉતરી જાય છે તો ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે, લસણને પાણીમાં નાખી દઈ 5 મિનિટ બાદ પાણીમાંથી કાઢવાથી તુરંત જ ફોતરાં ઉતરી જાય છે.

આ સિવાય બીજી ઘણી રીતે લસણના ફોતરાં કાઢી શકાય છે. જેમાં કાચના બરણીમાં લસણની કળીઓને જોરથી હલાવો તુરંત જ ફોતરાં નીકળી જાય છે. લસણને વચ્ચેથી કાપીને પણ જલ્દી જ ફોતરાં કાઢી શકાય છે.

Image Source

પરંતુ આ વાયરલ થયેલા વીડિયોમાં લસણના ફોતરા કાઢવાની એક નવી રીત બતાવવામાં આવી છે. જેમાં ચાકુથી લસણને વચ્ચે ફસાવીને ખેંચવાથી આસાનીથી લસણના ફોતરાં નીકળી જાય છે.

આ વીડિયોને અત્યાર સુધી 24 મિલિયનથી વધુ લોકોએ જોઈ લીધો છે. આ વીડિયોને લાખો લોકો લાઈક અને કમેન્ટ કરી ચુક્યા છે.

તો અનાનસ છોલવાનો વિડીયો પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે. આપણે અત્યાર સુધી અનાનસને કાપીને જ ખાતા હતા. વીડિયોમાં તેની કંઈક નવી જ રીત બતાવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.