મનોરંજન

આ અભિનેત્રીએ દુનિયાને કહ્યું અલવિદા, 33 વર્ષની ઉંમરમાં હાર્ટ અટૈકથી થયું નિધન

લોકપ્રિય ગઢવાલી ફિલ્મ અભિનેત્રી ‘રીના રાવત’નું આગળના દિવસે નિધન થઇ ગયું છે. રીના રાવતે માત્ર 33 વર્ષની ઉંમરમાં જ દુનિયા છોડી દીધી. રીનાની મૃત્યુ હાર્ટ અટૈકને લીધી થયેલી છે. રીનાનો દિલ્લી હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો જ્યા તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. રીનાએ ‘પુષ્પા છોરી પૌડીખાલ કી…’ ગીતથી અભિનયની શરૂઆત કરીને પોતાની ખાસ ઓળખ બનાવી હતી.

Image Source

મુખ્ય રૂપે રીના તિમલી ગામ ખાલસ્યું પટ્ટી, પૌડીની રહેનારી છે. રીના પરિવાર સાથે દિલ્લીમાં રહેતી હતી. રીનાના લગ્ન પણ દિલ્લીમાં જ થયા હતા. તેનો એક 14 વર્ષનો દીકરો પણ છે. રીનાના નિધનની ખબર મળતા જ પુરી ગઢવાળી ઇન્ડસ્ટ્રીમાં શૌકનો માતમ છવાઈ ગયો છે. રીનાની ફિલ્મ ‘ફયોલી જવાન હૈંગે’ ના ડાયરકેટર મહેશ પ્રકાશ અને અભિનેતા પન્નુ ગુસાઈએ તેના આકસ્મિક નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

રીના રાવતે પોતાની નાની એવી કારકિર્દીમાં જ ઉત્તરાખંડના દિગ્ગજ કલાકારો સાથે કામ કરી લીધું છે. પન્નુ ગુસાઈ, જયપાલ નેગી, ગીતા ઉનિયાલ વગેરે સાથે રીના રાવત કામ કરી ચુકી છે. રીનાએ લોક કલા અને સંસ્કૃતિ સંરક્ષણમાં પણ ખાસ ભૂમિકા નિભાવી છે.

Image Source

રીના ભગ્યાન બેટી, માયાજાલમાં પણ ખાસ કિરદાર નિભાવી ચુકી છે. રીનાએ સૌથી પહેલા વર્ષ 1996 માં સ્ટેજ પરફોર્મ દ્વારા ખાસ ઓળખ બનાવી હતી.  તેના પછી ધીમે ધીમે તે પોતાની કારકિર્દીમાં આગળ વધતી ગઈ. વર્ષ 2010 થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઇ હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં તે 15 ફિલ્મો અને 60 થી વધારે આલ્બમમાં કામ કરી ચુકી છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.