ખબર

ખુશખબરી: ગાંધીનગરમાં તરછોડાયેલા બાળકના પપ્પા આખરે મળી આવ્યા, પણ…

ગાંધીનગરના પેથાપુરમાં હૃદયને હચમચાવી નાંખે તેવી ઘટના બની છે. કોઈ UNKNOWN માણસ એક બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને ગાયબ થઇ ગયો હતો. ગુજરાત પોલીસને આ મામલે મોટી સફળતા મળી છે. પોલીસે આ આરોપીને શોધી ગાંધીનગરમાંથી ગત રાત્રે એટલે કે નવરાત્રીના બીજા દિવસે કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના દરવાજા પાસે એક માસૂમ બાળક મૂકી ફરાર થઇ ગયો હતો.

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ગંભીરતા દાખવી છે. તેઓએ રાત્રે મોડા સુધી આ બાળક મામલે અપડેટ મેળવી હતી. તેઓએ તેમના કાર્યક્રમોને સ્થગિત કરી દીધા છે અને બાળકની તમામ અપડેટ જિલ્લા પોલિસ તંત્રને આપવા આદેશ કર્યો છે. તેઓ આજે હોસ્પિટલમાં રહેલ બાળકની મુલાકાત પણ લેવાના હતા. આ કેસ મામલે 100થી પણ વધુ પોલિસકર્મીઓ બાળકના પરિવારજનોને શોધવામાં લાગી ગયા છે.

આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેમણે પોલિસને જાણ કરી હતી અને તે બાદ પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઘટનાને પગલે અને બાળકના માતા-પિતા તેમજ અજાણ્યા વ્યક્તિને શોધવા ગાંધીનગર LCB, SOG, મહિલા અને પેથાપુર પોલિસની ટીમો કામે લાગી ગઇ છે. આખરે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે જેમાં આ બાળકના પપ્પાનું નામ સચિન દિક્ષિત હોવાનું બહાર આવ્યું છે. સફેદ કારના આધારે પિતાની ઓળખ કરાઈ છે. એક સફેદ સેન્ટ્રો ગાડીમાં આ માસુમ બાળક મુકવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

‘સ્મિત’નો પરિવાર અત્યારે ગાંધીનગરના સેક્ટર-26માં રહે છે અને મૂળ તેઓ UPનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આટલું જ નહીં, પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં બાળકને તરછોડી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે ટૂંક સમયમાં જ ગૃહરાજ્યમંત્રી પ્રેસ કૉન્ફરન્સ કરશે.

NEW UPDATE : આ સમગ્ર ઘટનામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે, આ બાળકના મમ્મી પાપને શોધવા માટે જિલ્લાની અલગ અલગ 14 ટીમોએ કામગીરી હાથ ધરી હતી. CCTV થી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. વેહીકલના રજિસ્ટ્રેશન નંબર ઉપરથી ઓનરના ઘર સુધી પહોંચવામાં પોલીસને મદદ મળી. આ બાળકનું નામ શિવાંશ છે અને તેની ઉંમર 8 થી 10 માસનો છે. પિતા સચિન બાળકને મુકી રાજસ્થાન ભાગી ગયો હતો, જેણે ચાર-પાચ કલાકમાં ગાંધીનગર લવાશે.

વધુમાં ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, આ બાળક સચિનની પત્નીનું નથી અને સચિનને રાજસ્થાનથી ગાંધીનગર લાવ્યાં પછી સમગ્ર મામલો સામે આવશે. જનતા પાર્ટીના કોર્પોરેટર મેડમ યશોદા બનીને આ કિડને તેના મમ્મી જેટલો પ્રેમના આપ્યો હોય એ પ્રકારનો પ્રેમ આપ્યો હતો. બાળકના પિતા વડોદરાની ઓઝોન ઓવરસિઝ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર છે. 190થી વધુ પરિવારોએ આ બાળકને દત્તક લેવા માટે કહ્યું છે.

પોલીસ-અને મીડિયાએ દિવસ અને રાત મહેનત કરી હતી. પેથાપુરના નાગરિક તપાસમાં જોડાયા હતા.કોર્પોરેટર દીપ્તિબેને યશોદા બની બાળકને પ્રેમ આપ્યો.બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યાં સુધી બાળકને માતાની જેમ પ્રેમ આપ્યો. અલગ અલગ કુલ 14થી વધુ ટીમ બનાવવામાં આવી હતી. માતા પિતાને શોધવાનું કામ કર્યું. પોલીસની ટીમને અભિનંદન પાઠવું છું.

તમને જણાવી દઈએ કે સચિનને પોતાની ગર્લફ્રેંડ સાથે આ બાળક બાબતે લડાઈ થયા પછી આ બાળકને લઇને નિકળ્યો હતો. પેથાપુરમાં ગૌશાળા પાસે આ બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો. પોતાના ઘરે જઇને સીધો જ તે વાઇફને લઇને પોતાના સસુરાલ કોટા ખાતે ફરાર થઇ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટનાક્રમથી તેની વાઈફ અજાણ હતી. હાલ તો ગુજરાત પોલીસ દ્વારા પતિ પત્ની બંન્નેને ઝડપી લેવામાં આવ્યા છે. તમામને ગાંધીનગર લવાઇ રહ્યા છે. વિસ્તૃત તપાસ બાદ જ આ સમગ્ર મામલો સાચી રીતે ખુલશે. હાલ તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.