ખબર

કોરોના પોઝિટિવ હોવા છતાં પણ પ્લેન પકડીને ભાગી રહી હતી આ પૂર્વ મિસ ઇંગ્લેન્ડ, પકડાઈ જવા ઉપર કર્યું આ કામ

હાલ કોરોના વાયરસના કારણે આખી દુનિયા ચિંતામાં મુકાયેલી છે. સરકાર દ્વારા પણ કોરોનાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે તે છતાં પણ ઘણા લોકો આ નિયમોની ચિંતા નથી કરતા, તે દરમિયાન જ પૂર્વ મિસ ઇંગ્લેન્ડે પણ આવું જ કંઈક કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Zara Holland (@zaraholland)

પૂર્વ મિસ ઇંગ્લેન્ડ ઝારા હોલેન્ડ કોરોના પોઝિટિવ હોવા છતાં પણ પોતાના બોયફ્રેન્ડ સાથે બારબાડોસ જવાનો પ્રયત્ન કર રહી હતી. 25 વર્ષની ઝારાની તેના 30 વર્ષીય બોયફ્રેન્ડ એલિયડ લવ સાથે ગ્રેન્ટલી એડમ્સ ઇન્ટરનૅશનલ એરપોર્ટ ઉપરથી ઝડપી લેવામાં આવી છે.

Image Source

આ સાથે જ ઝારા ઉપર 18 હજાર પાઉન્ડનો દંડ લગાવવામાં આવ્યો છે અને તેને એક વર્ષની સજા પણ થઇ શકે છે. ઝારા બુધવારના રોજ કોર્ટમાં હાજર થશે. જ્યારે મિનિસ્ટ્રી ઓફ હેલ્થના અધિકારીઓએ જણાવ્યું કે આ કપલમાંથી એક કોરોના પોઝિટિવ છે તો આ બંનેએ પોતાના રેડ રિસ્ટબેન્ડ ઉતારાયા અને ટેક્સી પકડી એરપોર્ટ માટે ચાલી નીકળ્યા, એરપોર્ટ ઉપર જઈને તેમને યુકેની ફલાઇટ બુક કરાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમને એરપોર્ટ ઉપર અધિકરીઓએ ઝડપી લીધા.

 

View this post on Instagram

 

A post shared by Zara Holland (@zaraholland)