ભારતીય યુવતિ સાથે લગ્ન કરી ભારતના જમાઇ બની ગયા આ વિદેશી ક્રિકેટરો ! જુઓ કોણ કોણ છે લિસ્ટમાં સામેલ

આ વિદેશી ખેલાડીઓએ ભારતીય યુવતીઓને પટાવી ગયા, ભારતીય મર્દો કેમ નહિ ગમ્યા હોય આ રૃપસુંદરીઓને? … જુઓ PHOTOS

વર્લ્ડ ક્રિકેટમાં કેટલાક એવા ખેલાડી છે જેમણે પોતાના હમસફર તરીકે ભારતીય મૂળની છોકરીને પસંદ કરી, તેમાં ઓસ્ટ્રેલિયાઇ ટીમના ગ્લેન મેક્સવેલનું નામ પણ સામેલ છે. કોઇ પણ રમતમાં ખેલાડીઓની રમત સાથે સાથે તેમના અંગત જીવનમાં પણ ચાહકોને દિલચસ્પી હોય છે. આ કારણે જ્યારે પણ તેમના અફેર અથવા તો લગ્નને લઇને કોઇ પણ ખબર સામે આવે છે તો તે ઝડપથી વાયરલ થવા લાગે છે. આજે અમે તમને કેટલાક એવા ખેલાડીઓ વિશે જણાવવાના છીએ જેમણે ભારતીય મૂળની છોકરી સાથે કર્યા છે.

ગ્લેન મેક્સવેલઃ ઓસ્ટ્રેલિયન ટીમના વર્તમાન ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલે વર્ષ 2022માં ભારતીય મૂળની છોકરી વિની રમન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ પહેલા ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા અને તે બાદ તમિલ રીતિ-રિવાજથી પણ લગ્ન કર્યા હતા. ગ્લેન મેક્સવેલે વર્ષ 2020માં જ વિની સાથે સગાઈ કરી હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને લગ્ન થોડા સમય માટે મુલતવી રાખવા પડ્યા હતા.

શોએબ મલિકઃ પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝાની લવસ્ટોરી ક્રિકેટ જગતમાં ખૂબ જ લોકપ્રિય છે. બંને પોતપોતાની રમતમાં મહાન ખેલાડીઓ તરીકે ઓળખાય છે. શોએબે વર્ષ 2008માં સાનિયા સાથે લગ્ન કર્યા હતા. બંને એક દીકરાના પેરેન્ટ્સ પણ છે.

હસન અલીઃ પાકિસ્તાની ટીમના ફાસ્ટ બોલર હસન અલીએ વર્ષ 2019માં ભારતીય યુવતી સામિયા આરજુ સાથે લગ્ન કર્યા હતા. હસનની પત્ની સામિયા હરિયાણાના ફરીદાબાદની રહેવાસી છે અને વ્યવસાયે ફ્લાઈટ એન્જિનિયર છે. સામિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર તેની પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થતી જોવા મળે છે.

શોન ટેટઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી શોન ટેટની ગણતરી વિશ્વ ક્રિકેટના સૌથી ઝડપી બોલરોમાં થતી હતી. 2010ની આઈપીએલ સીઝનની એક પાર્ટી દરમિયાન શોન ટેટ ભારતીય મૂળની માસૂમ સિંઘાને મળ્યો હતો અને તેના પ્રેમમાં પડ્યો હતો. જણાવી દઈએ કે વર્ષ 2001માં માસૂમે મિસ અર્થ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો.

મુથૈયા મુરલીધરન: વિશ્વ ક્રિકેટના મહાન સ્પિન બોલરોમાંના એક શ્રીલંકાના ભૂતપૂર્વ ઓફ સ્પિનર ​​મુથૈયા મુરલીધરન સામે મોટા મોટા બેટ્સમેન સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. મુરલીએ ટેસ્ટમાં 800 અને વનડેમાં 534 વિકેટ ઝડપી છે. મુરલીધરન વર્ષ 2004માં પહેલીવાર ભારતીય યુવતી મધીમલારને મળ્યો હતો, ત્યારબાદ તેણે તેની સાથે વર્ષ 2005માં લગ્ન કર્યા હતા.

Shah Jina