બીમાર ઋષભ પંતને ભૂલી પાકિસ્તાની બોલર જોડે ઈલુ-ઈલુ ચાલુ કર્યું વિશ્વની સૌથી સુંદર ઉર્વશીએ? જુઓ આ શું ચાલી રહ્યું છે

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા થોડા સમય પહેલા દુબઇમાં થઇ રહેલા એશિયા કપની ઘણી મેચોમાં નજર આવી હતી. અત્યાર સુધી ઉર્વશીનું નામ ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાઇ રહ્યુ હતુ, પણ ઉર્વશીએ પોતે જ પોતાનું કનેક્શન પાકિસ્તાન ક્રિકેટર સાથે એવી રીતે બતાવ્યુ કે તે ખરાબ રીતે ટ્રોલ થઇ.

ઉર્વશી અને ઋષભ વચ્ચેની સોશિયલ મીડિયા વોરની ખબરો ઘણી સામે આવી પણ એક્ટ્રેસે એશિયા કપ જ્યારે ચાલી રહ્યો હતો તે સમયે પોતાના ઇન્સ્ટા પર એક રોમેન્ટિક રીલ શેર કરી પોતાના માટે જ મુશ્કેલી ઊભી કરી દીધી છે. આ રીલમાં ઋષભ પંત નહિ પણ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીએ એક વીડિયો ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો છે, જેમાં તે ક્રિકેટ મેચ જોતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં ઉર્વશીને સ્ક્રીન પર જોઇ પાકિસ્તાની બોલર નસીમ શાહ શરમાતો જોવા મળ્યો તો ત્યાં ઉર્વશી પણ શરમથી લાલ નજર આવી. જો કે, ઉર્વશઈએ આ સ્ટોરી ઇન્સ્ટા પરથી હટાવી દીધી હતી, પણ ઘણા ફેન પેજ અને યુઝર્સે આ વીડિયો શેર કરી દીધો. એવામાં લોકોએ ઉર્વશીને ખૂબ ટ્રોલ કરી અને ઘણી ખોરી ખોટી પણ સંભાળાવી.

ઘણા યુઝર્સે તેને નસીમથી દૂર રહેવાની સલાહ આપી તો ઘણાએ ઋષભ પંતનું નામ પણ વચ્ચે ખેંચ્યુ. જણાવી દઇએ કે, ઉર્વશીનો જે વીડિયો વાયરલ થયો હતો તે વર્ષ 2022નો હતો અને એડિટેડ પણ હતો. જો કે, તે બાદથી ચાહકોની સાથે સાથે ઘણા યુઝર્સે પણ આ વીડિયોને શેર કર્યો હતો.

Shah Jina