IPLના ઇતિહાસમાં પહેલીવાર ડ્રોન શોએ વધારી શોભા, એવો આકાશી નજારો જોવા મળ્યો કે જોનારાની આંખો અટકી ગઈ… જુઓ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે IPL 2023નો શુભારંભ થયો. IPLની 16મી સીઝનમાં ઘણા બધા સિતારાઓએ પોતાના પર્ફોમન્સથી દર્શકોને મંત્ર મુગ્ધ કરી દીધા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1.10 લાખ કરતા પણ વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ દર્શકોનો અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.
IPLની ઓપનિંગ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગયા વર્ષની આઇપીએલ વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સ વચ્ચે યોજાઈ હતી. આ મેચ ખુબ જ રોમાંચક રહી, જેમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇને 5 વિકેટે હાર આપી હતી. આ મેચ ગુજરાતમાં હોવા છતાં પણ ચેન્નાઇનું સમર્થન મોટી સંખ્યામાં જોવા મળ્યું હતું.
ચેન્નાઇના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકોએ તો જયારે ધોની બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો ત્યારે “ધોની ધોની”ના નાદ સાથે આખા સ્ટેડિયમમાં બુમરાણ મચાવી દીધી હતી, જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યી છે. ધોનીના ચાહકો તેની એક ઝલક જોઈને જ ખુશ ખુશાલ થઇ ગયા હતા.
દરેક ટીમના હોમ ગ્રાઉન્ડ પર ધોનીનું ખૂબ જ ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવે છે. IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં તેણે ગુજરાત ટાઇટન્સ સામે ટૂંકી પરંતુ જોરદાર ઇનિંગ રમી હતી. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ છે, પરંતુ તે ધોનીની ટીમનું મેદાન જેવું લાગ્યું.
View this post on Instagram
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં “ધોની-ધોની”ની ગુંજ સતત સંભળાઈ રહી હતી. 18મી ઓવરના ચોથા બોલ પર રવિન્દ્ર જાડેજાના આઉટ થયા બાદ તે ક્રિઝ પર ઉતર્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં જોશુઆ લિટલની બોલ પર એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. ધોનીએ સાત બોલમાં અણનમ 14 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 200 હતો. જ્યારે ધોનીએ 20મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી ત્યારે આખું સ્ટેડિયમ ઉત્સાહમાં આવી ગયું હતું.
View this post on Instagram
આ ઉપરાંત આ ઓપનિંગ સેરેમનીમાં ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના પણ ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જો તમે વીડિયો જોશો તો તમને ખબર નહીં પડે કે આકાશમાં કોઈ ડ્રોન છે. આ ડ્રોન એલઇડી લાઇટ દ્વારા ઘણા રંગબેરંગી આકાર લઇ શકે છે. તમે CSKના લોગોને પણ ઉપસેલો જોઈ શકો છો.
View this post on Instagram
સાથે જ તમે IPLની આઇકોનિક ટ્રોફી પણ જોઈ શકો છો. ઓપનિંગ સેરેમનીમાં લગભગ 1500 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે IPLના 15 વર્ષના ઈતિહાસમાં હજુ સુધી જોવા મળ્યો નથી. તેમાં લગાવવામાં આવેલી એલઈડી લાઈટોથી લાઈટ શોનો નજારો અદ્ભુત લાગે છે. ત્યારે મેચ જોનારા તમામ દર્શકો આ નજારો જોઈને અભિભૂત બન્યા હતા.