શાહરૂખની વાઈફ ગૌરી સાથે ભાઈજાન સલમાન ખાને આપ્યા પોઝ, લોકો બોલ્યા- ટાઇમ પર લગ્ન કર્યા હોતા તો…જુઓ વીડિયો

ભાઈજાન સલમાન ખાન સાથે જોવા મળ્યો આર્યન ખાન, ભાઇજાને આવી રીતે લૂંટાવ્યો શાહરૂખ ખાનના દીકરા પર પ્રેમ, જોઈ લો તસવીરો

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)નું ભવ્ય ઉદઘાટન 31 માર્ચ શુક્રવારે મુંબઈમાં યોજાયું હતું. આ પ્રસંગે બોલિવૂડના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, બોલિવૂડ સિવાય ઘણા ગ્લોબલ સ્ટાર્સ તેમજ ક્રિકેટ અને વેપારી જગતની મોટી હસ્તિઓએ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે સલમાન ખાન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, પ્રિયંકા ચોપરા, નિક જોન્સ, આમિર ખાન, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર સહિત અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા.

પરંતુ ચાહકોને સલમાન ખાન અને આર્યન ખાનને એકસાથે જોવાનું ઘણુ પસંદ આવ્યું. સલમાન ખાને શાહરૂખ ખાનના પુત્ર પર એવી રીતે પ્રેમ વરસાવ્યો કે વીડિયો ખૂબ વાયરલ થઈ ગયો. એક વીડિયોમાં ભાઈજાનનો સ્વેગ જોઈ શકાય છે. તે બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે અને તેણે આર્યન ખાનને તેની સાથે ફોટોશૂટ માટે બોલાવ્યો. પછી બંને ફોટોશૂટ કરાવે છે અને આર્યન ખાન ભાઈજાન સાથે હાથ મિલાવીને ચાલ્યો જાય છે.

આ પછી સલમાન ખાન એકલા ફોટો પડાવે છે. આ વીડિયો પર ફેન્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે. સલમાન ખાન અને આર્યન ખાનના પુત્રના વિડિયો પર કોમેન્ટ કરતાં એકે લખ્યું, ‘અર્જુનના પુત્ર સાથે કરણ.’ ત્યાં એકે લખ્યું કે સલમાન ખાનનો સ્વેગ તો જુઓ, ઉફ્ફ.. જોકે, એકે તો એવું પણ કહ્યુ કે- જો સલમાને ટાઇમ પર લગ્ન કર્યા હોત તો તેનો પણ આજે પરિવાર હોતો. જો કે, સલમાન ખાલી આર્યન ખાન સાથે જ નહિ પણ પોતાના ખાસ મિત્ર શાહરૂખના પૂરા પરિવાર સાથે ફોટો માટે પોઝ આપે છે.

જણાવી દઇએ કે, સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ભાઈજાન અને કિંગ ખાન વચ્ચેની ગાઢ મિત્રતાથી વાકેફ છે. બંને ઘણીવાર એક અથવા બીજા ઇવેન્ટમાં જોવા મળે છે. બંને વચ્ચેનો પરસ્પર સંબંધ સ્પષ્ટ છે. સલ્લુ ભાઈ ગઈકાલે રાત્રે અંબાણીની ઈવેન્ટમાં શાહરૂખના પરિવાર સાથે જોવા મળ્યા હતા અને આ દરમિયાન ચાહકોને સલમાન અને શાહરૂખની મિત્રતાનો પુરાવો ફરી એકવાર જોવા મળ્યો.

શાહરૂખનો પુત્ર આર્યન ખાન પિતાની જેમ સલમાન સાથે ગાઢ બોન્ડ શેર કરતો જોવા મળ્યો. આ ઈવેન્ટમાં સલમાને ગૌરી અને બે બાળકો આર્યન ખાન અને સુહાના ખાન સાથે મીડિયા સમક્ષ પોઝ આપ્યા હતા. ત્યારે આ તસવીરો સામે આવતાની સાથે જ ખૂબ જ વાયરલ થઇ ગઇ. સલમાન અને શાહરૂખના ફેન્સ આ તસવીરો અને વીડિયો પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. એકે કમેન્ટ કરી કે, “જો સલમાને લગ્ન કર્યા હોત અને દીકરો હોત તો કરણ-અર્જુનની બીજી સિક્વલ બની હોત.”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અન્ય યુઝરે લખ્યું, “આર્યન બિલકુલ તેના પિતાની ફોટો કોપી છે.” વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા ભાઈજાન લાંબા સમય બાદ એક્શન મોડમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ઉપરાંત પૂજા હેગડે, પલક તિવારી અને શહનાઝ ગિલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina