દુઃખદ સમાચાર: જામનગરના આ દિગ્ગજ ક્રિકેટર કેન્સરથી મૃત્યુ પામ્યા, ફેન્સ ઉતરી ગયા ઉંડા શોકમાં…

દોસ્તો આજે રવિવારે ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક સમયના દિગ્ગજ ફેમસ ડાબોડી ઓલરાઉન્ડર અને સિક્સરના બેતાજ બાદશાહ એવા ક્રિકેટ જગતમાં જામનગરનું નામ રોશન કરનારા સલીમ દુરાનીએ આજે અંતિમ શ્વાસ લીધા છે.તમને જણાવી દઈએ કે ક્રિકેટર સલીમ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા.

સલીમ દુરાની ભારતીય ક્રિકેટ ટીમના અદભૂત ઓલરાઉન્ડર હતા. ભારતે જ્યારે 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઐતિહાસિક જીત હાંસલ કરી ત્યારે તેમાં દુર્રાનીની મહત્વની ભૂમિકા રહી હતી. તેઓએ આજે રવિવારે સવાર સવારમાં જામનગરમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, 88 વર્ષના દિગ્ગજ ક્રિકેટર સલીમ ભયાનક બીમારી કેન્સરથી પીડાતા હતા. દુરાનીને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1960માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેઓ પાકિસ્તાનના કરાચીમાં પણ રહી ચૂક્યા છે.

દુર્રાનીએ ભારત માટે કુલ 29 ટેસ્ટ મેચ રમી અને આ સમયગાળા દરમિયાન 1202 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે, ઉપરાંત 75 વિકેટ પણ લીધી હતી. આજે સાંજે 5 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે.

આ દિગ્ગજ ક્રિકેટર છેલ્લી ટેસ્ટ મેચ Feb1973માં ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં રમ્યા હતા. પછી તેઓએ 1973માં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ બોલીવુડમાં પણ નસીબ અજમાવ્યું હતું. સલીમે બોલિવૂડ ફિલ્મ ‘ચરિત્ર’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી પરવીન બાબી પણ હતી.

YC