મમ્મી બનવાની છે અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી ઇશિતા : લગ્નના 6 વર્ષ બાદ સંભળાવી ગુડ ન્યુઝ, ફ્લોન્ટ કર્યો બેબી બંપ

અજય દેવગન અને તબ્બુ સ્ટારર ફિલ્મ ‘દ્રશ્યમ 2’માં નજર આવી ચૂકેલી 32 વર્ષિય અભિનેત્રી ઇશિતા દત્તાના ઘરે જલ્દી જ કિલકારી ગુંજવાની છે. ઇશિતા અને તેનો પતિ વત્સલ સેઠ પેરેન્ટ્સ બનવા તૈયાર છે. ભલે કપલે ઇશિતાની પ્રેગ્નેંસીનું એનાઉન્સમેન્ટ નથી કર્યુ પણ હાલમાં જ્યારે ઇશિતાને એરપોર્ટ પર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી ત્યારે તે બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ગઇકાલે એટલે કે 16 માર્ચે ઈશિતા દત્તા મુંબઈ એરપોર્ટની બહાર જોવા મળી હતી. જે ઝલક સામે આવી તેમાં તે વી-નેક બ્રાઉન કલરના ડ્રેસમાં જોવા મળી હતી.

આ સાથે તેણે લાઇટ મેકઅપ અને ખુલ્લા વાળ રાખ્યા હતા અને બેગ સાથે આરામદાયક સ્નીકર્સ કેરી કર્યા હતા. જો કે, આ દરમિયાન તેના બેબી બમ્પે સૌનું ધ્યાન ખેંચ્યું કારણ કે તે પ્રથમ વખત તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો પણ સ્પષ્ટ જોઈ શકાતો હતો. હાલ તો ચાહકો ઈશિતાને અભિનંદન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા પણ ઈશિતા દત્તાની પ્રેગ્નેંસી વિશે અફવાઓ ઉડી હતી. ત્યારબાદ અભિનેત્રી આગળ આવી અને આ ગપસપને ફગાવી દીધી.

તેણે કહ્યું કે તે ગર્ભવતી નથી. જો કે, આ પછી તેણે ગયા વર્ષે રિલીઝ થયેલી દ્રશ્યમ 2 માટે શૂટિંગ કર્યું અને તે સુપરહિટ સાબિત થઈ. જેમાં અજય દેવગન, શ્રિયા સરન અને અક્ષય ખન્ના તેમજ તબ્બુ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે ઈશિતા બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાની બહેન છે. તેણે વર્ષ 2017માં બોલિવૂડ એક્ટર વત્સલ શેઠ સાથે લગ્ન કર્યા હતા. વત્સલને ઈન્ડસ્ટ્રીમાં અજય દેવગનની ટાર્ઝન ધ વન્ડર કારથી ખ્યાતિ મળી હતી.

આ પછી તે એક હસીના થી અને હાસિલ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. 2023 ખરેખર ઈશિતા દત્તા અને વત્સલ માટે ખુશીઓ લઈને આવ્યું છે. માતા-પિતા બનવાના સારા સમાચાર પહેલા કપલે જુહુમાં એક આલીશાન 3 BHK ઘર પણ ખરીદ્યું છે. ઈશિતાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 3 જાન્યુઆરી 2023ના રોજ તેના નિર્માણાધીન ઘરની કેટલીક ઝલક પોસ્ટ કરી હતી. તસવીરોમાં ઈશિતા અને વત્સલ બંને ઘરની અંદર પોઝ આપતા જોવા મળ્યા હતા.

અહેવાલો અનુસાર, કપલ એપ્રિલ 2023 સુધીમાં તેમના સપનાના ઘરમાં શિફ્ટ થવાના છે. તમને જણાવી દઈએ કે ઈશિતા અને વત્સલની મુલાકાત તેમના શો ‘રિશ્તો કા સૌદાગર-બાઝીગર’ના સેટ પર થઈ હતી. શો દરમિયાન બંનેએ એક ખાસ જોડાણ અનુભવ્યું અને થોડો સમય ડેટિંગ કર્યા પછી તેઓએ 28 નવેમ્બર 2017ના રોજ લગ્ન કરી લીધા. ત્યારે હવે લગ્નના 6 વર્ષ બાદ કપલ તેમના પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવા જઇ રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina