પંખા દરેકના ઘરોમાં હોય છે અને આપણે તેનો લગાતાર ઉપીયોગ કરતા આવ્યા છીએ, પછી તે ભારત હોય અમેરિકા હોય કે પછી અન્ય કોઈ દેશ હોય.પણ શું તમારા મનમાં એવો વિચાર ક્યારેય પણ આવ્યો છે કે પંખામાં લાગેલા પાંખિયાની સંખ્યા ઓછી કે વધારે શા માટે હોય છે?

મોટાભાગે તમે ભારતીય ઘરોમાં ત્રણ પાંખિયાવાળા સીલિંગ ફેનને જોયા હશે પણ શું તમને ખબર છે કે વિદેશોમાં અને અન્ય ઠંડા પ્રદેશોમાં ચાર પાંખિયા વાળા પંખાનો ઉપીયોગ કરવામાં આવે છે.શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આખરે આવું તે શા માટે?

અમેરિકા,રૂસ કે અન્ય ઠંડા પ્રદેશોમાં લોકો પોતાના ઘરોમાં ચાર પાંખિયા વાળા પંખાનો ઉપીયોગ કરે છે કેમ કે ત્યાંના લોકોના ઘરમાં એર કંડીશનર(એસી) હોય છે, માટે તેઓ આવા પંખાનો ઉપીયોગ એસીના સપ્લીમેન્ટના રૂપમાં કરે છે. જેનો હેતુ માત્ર એસીની હવાને પુરા રૂમમાં ફેલાવવાનું હોય છે.ચાર પાંખિયાવા વાળા પંખાઓ ત્રણ પાંખિયાવાળા પંખાની તુલનામાં ધીમે ચાલે છે જેને લીધે એસીની હવાને સ્પ્લાટીમેન્ટ કરવું સહેલું થઇ જાય છે.

જ્યારે ભારતમાં પંખાનો ઉપીયોગ ઠંડી હવા માટે કરવામાં આવે છે.ગરમીની ઋતુમાં ત્રણ પાંખિયાવાળા પંખા ખુબ ફાયદેમંદ રહે છે.આ સિવાય ત્રણ પાંખિયાવા વાળા પંખા ચાર પાંખિયાવાળા પંખા કરતા વજનમાં ખુબ હલકા હોય છે અને ખુબ ઝડપથી પણ ફરે છે માટે મોટાભાગે આપણા દેશમાં આવા પંખાનો ઉપીયોગ કરવામાં આવે છે.

આ સિવાય ત્રણ પાંખિયાવાળા પંખાથી વીજળીની ખુબ બચત થાય છે. નાના રૂમ માટે ત્રણ પાંખિયાવાળા પંખા ખુબ ફાયદેમંદ રહે છે.તે રૂમના દરેક ખૂણામાં હવા પહોંચાડે છે.આ સિવાય આ પંખાની કિંમત ચાર પાંખિયાવાળા પંખા કરતા ખુબ ઓછી હોય છે માટે ભારતમાં ત્રણ પાંખિયાવાળા પંખાનો ઉપીયોગ કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks