મનોરંજન

બૉલીવુડ 7 સુપરસ્ટાર્સ ભાઈ બહેનની જોડી જેમનું ફિલ્મી કેરિયર રહ્યું ફ્લૉપ, 7 નંબર ખુબ હોટ છે તો પણ…

7 નંબર વાળીએ તો યશ ચોપરાના દીકરા જોડે શરમજનક અભદ્ર દ્રશ્યો આપ્યા તો પણ…

બોલીવુડમાં મોટાભાગે જોવામાં આવ્યું છે કે એક સફળ અભિનેતા કે અભિનેત્રીના બાળકો ફિલ્મોમાં કઈ ખાસ મુકામ મેળવી શકતા નથી. એવું પણ જોવા મળે છે કે જ્યારે કોઈ કલાકાર બોલીવુડમાં સફળ થાય છે તો તેના ભાઈ બહેનો પણ બોલીવુડમાં એન્ટ્રી લે છે પણ કઈ ખાસ સફળતા કે લોકપ્રિયતા મળતી નથી. એવામાં આજે અમે તમને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના એવા જ અમુક કલાકારો વિશે જણાવીશું જેમના ભાઈ બહેનો ઇન્ડસ્ટ્રીમાં કઈ ખાસ મુકામ મેળવી શક્યા નથી.

Image Source

1. સલમાન ખાન-અરબાઝ ખાન-સોહેલ ખાન:

સલમાન ખાનની જેમ તેના બંન્ને ભાઈઓ સોહેલ અને અરબાઝ ખાને પણ બોલીવુડમાં કામ કર્યું પણ તેઓ કઈ ખાસ સફળતા મેળવી શક્યા નથી. સલમાને અરબાઝ સાથે પ્યાર કીયા તો ડરના ક્યાં, હેલો બ્રધર અને દબંગ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, જ્યારે સોહેલ સાથે મૈંને પ્યાર ક્યોં કિયા, ગોડ તુસી ગ્રેટ હો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

2. એકતા કપૂર-તુષાર કપૂર:

એકતા કપૂર અભિનેત્રી નથી છતાં પણ તેણે ટીવી શો અને અમુક ફિલ્મો દ્વારા મોટી સફળતા મેળવી લીધી છે જ્યારે તેનો ભાઈ તુષાર કપૂર બોલીવુડમાં લાંબો સમય વિતાવ્યા પછી પણ એક અભિનેતાના સ્વરૂપે કામિયાબી મેળવી શક્યા નથી.

Image Source

3. અનુપમ ખેર-રાજુ ખેર:

અનુમ ખેર અને તેના ભાઈ રાજુ ખેર દેખાવમાં એક સરખા જ લાગે છે પણ બંન્નેની બૉલીવુડ લોકપ્રિયતામાં ઘણું અંતર છે. ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અનુપમ ખેર બોલીવુડમાં વરિષ્ઠ અભિનેતા માનવામાં આવે છે પણ રાજુ ખેર કઈ ખાસ મુકામ મેળવી શક્યા નથી. રાજુ ખેર અમુક ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચુક્યા છે.

Image Source

4. આમિર ખાન-ફૈજલ ખાન:

મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા એકમાત્ર અભિનેતા આમિર ખાને પોતાના કેરિયેરમાં એકથી એક દમદાર ફિલ્મોમાં કામ કર્યું છે. પણ આમિર ખાનના ભાઈ ફૈજલ ખાન આમિર ખાનની જેમ લોકપ્રિયતા મેળવવામાં નાકામ રહયા હતા. ફૈજલ ખાને અમુક જ ફિલ્મો કરી હતી અને તેના પછી હમેંશાને માટે બૉલીવુડથી દૂર ચાલ્યા ગયા. ફિલ્મ ‘મેલા’ માં આમિર ખાન-ફૈજલ ખાને સાથે કામ કર્યું હતું.

Image Source

5. શિલ્પા શેટ્ટી-શમિતા શેટ્ટી:

90 ના દશકની અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે એક સફળ અભિનેત્રીની સાથે સાથે એક સફળ બિઝનેસ વુમેન પણ છે. પણ તેની બહેન શમિતા શેટ્ટી કઈ ખાસ મુકામ મેળવી શકી નથી. શમિતા શેટ્ટીએ ફિલ્મ મોહબ્બતેં દ્વારા ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી, જેના પછી તે અમુક ફિલ્મોમાં અને આઈટમ સોન્ગમાં જ જોવા મળી હતી. અસફળ  થવાને લીધે શમિતાએ ઇન્ડસ્ટ્રી છોડી દેવાનો નિર્ણય લીધો હતો.

Image Source

6. અનિલ કપૂર-સંજય કપૂર:

62 વર્ષની ઉંમરમાં પણ આજના યુવાન અભિનેતાઓને ટક્કર આપનારા અનિલ કપૂર આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. અનિલ કપૂરે એકથી એક સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે તેના ભાઈ સંજય કપૂર બોલીવુડમાં લાંબો સમય વિતાવ્યા પછી પણ કઈ ખાસ સફળતા મેળવી શક્યા ન હતા અને ફિલ્મોથી દુરી બનાવી લીધી. સંજય કપૂરની દીકરી શનાયા જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે તેમ છે.

Image Source

7. કાજોલ-તનિષા:

90 ના દશકની અભિનેત્રી કાજોલે બોલીવુડમાં ખુબ મોટી સફળતા મેળવી છે પણ તેની બહેન તનિષા એટલી જ નાકામ રહી છે. તનિષાની ઉદય ચોપરા સાથેની ફિલ્મ ‘નીલ એન્ડ નિકી’ સુપર ફ્લોપ સાબિત થઇ હતી જેના પછી તેણે જલ્દી જ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.