અજબગજબ ખબર

આ પ્રાણી સંગ્રહાલયમાંથી 5 પોપટને હટાવવામાં આવ્યા, પ્રવાસીઓને આપતા હતા ગાળો

આપણે ઘણા બધા પોપટને ગાતા અને લોકો સાથે વાત કરતા વીડિયોમાં અને હકીકતમાં પણ જોયા હશે, પરંતુ બ્રિટેનમાં એક પક્ષીઘરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંયાના પક્ષીઘરના કર્મચારીઓએ 5 પોપટને હટાવવા પડ્યા કારણ કે આ પોપટ પ્રવાસીઓને ગાળો આપતા હતા.

 

View this post on Instagram

 

The famous swearing parrots unveiled…. 😳😳😳 #lincswildlifepark #lincolnshirewildlifepark #swearingparrots

A post shared by Lincolnshire wildlife park (@lincswildlifepark) on

એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ 5 પોપટોએ થોડો સમય ક્વોરેન્ટાઇનમાં વિતાવ્યો હતો. ત્યારબાદથી તેમનામાં આ બદલાવ આવ્યો છે. પક્ષીઘરમાં ફરવા આવી રહેલા લોકો સમેત બાળકોને પણ આ પોપટ ખુબ જ ગંદી ગંદી ગાળો આપતા હતા. જેના કારણે પક્ષીઘરને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

Image Source

રિપોર્ટ પ્રમાણે આ પોપટ પૂર્વી ઇંગ્લેન્ડના લિંકનશાયર વાઇલ્ડલાઇફ પાર્કને આપી દેવામાં આવ્યા હતા. પાર્ક અધિકારીઓનું કહેવું છે કે “આવી ઘટના પહેલા પણ આવી ચુકી છે. પરંતુ આ પાંચ પોપટ સતત ગાળો આપી રહ્યા છે જેના કારણે મુશ્કેલી થઇ રહી છે.”

પાર્કના ચીફ એક્ઝિક્યુટિવે આ પાંચ પોપટના નામ એરિક, જેડ, ટાઈસન, બીલી, એલ્સી જણાવ્યું છે. તેમને કહ્યું કે “આ પોપટને અલગ અલગ લોકોએ પક્ષીઘરમાં આપ્યા હતા. જેના બાદ તેમને થોડા સમય માટે ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા હતા. અને સમય પૂરો થવા ઉપર જયારે પક્ષીઘરમાં આવ્યા તો તેમને ગાળો બોલવાનું શરૂ કર્યું. બાળકો, વૃદ્ધો સમેત બધાને ગાળો બોલતા હતા. જેના કારણે તેમને અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.”

Image Source

તેમને આગળ જણાવ્યું કે: “પક્ષીઓ કંઈપણ બોલવાનું શીખી શકે છે. તે શબ્દોને સરળતાથી પકડી લે છે.” તેમને આગળ જણાવ્યું કે: “પોપટની ગાળોની ઘણા લોકોએ મઝા પણ માણી છે. પરંતુ બાળકો ઉપર તેની ખરાબ અસર પડે છે. અને આ પોપટોના સતત આવા પ્રકારના શબ્દોના ઉપયોગના કારણે તેમને પક્ષીઘરમાંથી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.”

તેમનું કહેવું એમ પણ છે કે તેમનામાં સુધાર આવ્યા બાદ તેમને પાછા લાવવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.