મનોરંજન

બોલિવૂડ સ્ટાર્સના 5 સૌથી મોંઘા છૂટાછેડા, 5 નંબરના છૂટાછેડાની રકમ જાણીને તો ચોંકી જ જશો

બોલિવૂડમાં લગ્ન થવા અને પછી છૂટાછેડા થવા તો સાવ સામાન્ય વાત થઇ ગઈ છે. સાથે કામ કરતા કરતા કોઈની સાથે પ્રેમ થઇ જાય અને લગ્ન કરવા માટે પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા હોય, એવા તો ઘણા કિસ્સાઓ બોલિવૂડમાં છે. ઘણા એવા અભિનેતાઓ, અભિનેત્રીઓ અને ડિરેક્ટરો છે જેને છૂટાછેડા લીધા હોય.

તેમના વચ્ચે ઘરેલુ અનબન, એકબીજાને દગો આપવાને કારણે વાત છૂટાછેડા સુધી આવી હોય એવું પણ બન્યું છે. થોડા સમય પહેલા સુધી મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડા ખૂબ જ ચર્ચાઓ રહયા હતા. એવામાં આજે વાત કરીએ એવા કપલની, જેમને છૂટાછેડા ખૂબ જ મોંઘા પડયા હોય…

Image Source

સૈફ અલી ખાન – અમૃતા સિંહ

વર્ષ 1991માં સૈફ અલી ખાન અને અમૃતા સિંહે પ્રેમ વિવાહ કર્યા હતા, અમૃતા સિંહ સૈફ અલી ખાન કરતા ઉંમરમાં 12 વર્ષ મોટા હતા. તેમના બે બાળકો છે. પરંતુ સમય જતા તેમના પ્રેમ વિવાહમાંથી પ્રેમ લુપ્ત થઇ ગયો, અને બંનેએ વર્ષ 2004માં છૂટાછેડા લઇ લીધા. જેમાં સૈફ અલી ખાને અમૃતા સિંહને 5 કરોડ રૂપિયા આપવા પડયા હતા.

Image Source

કરિશ્મા કપૂર – સંજય કપૂર

અભિનેત્રી કરિશ્મા કપૂરે બિઝનેસમેન સંજય કપૂર સાથે વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો પણ છે. પરંતુ બીજા બાળકના જન્મ પછી તરત જ બંને વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. અને વર્ષ 2014માં બંનેએ છૂટાછેડા લઇ લિડા હતા, જેમાં કરિશ્મા કપૂરને 7 કરોડ રૂપિયા મળ્યા હતા.

Image Source

સંજય દત્ત – રિહા પિલ્લઇ

સંજય દત્તના બીજા લગ્ન રિહા પિલ્લઇ સાથે વર્ષ 1998માં થયા હતા, પરંતુ તેમના લગ્ન વધુ લાંબા ન ટક્યા, અને તેમને વર્ષ 2005માં છૂટાછેડા લઇ લીધા હતા. જેમાં સંજય દત્તે રિહાને 8 કરોડ આપ્યા હતા. અને એ પછી સંજયે માન્યાતા સાથે લગ્ન કરી લીધા હતા.

Image Source

પ્રભુદેવા – રામલતા

પ્રભુદેવાએ રામલાતા સાથે વર્ષ 1995માં લગ્ન કર્યા હતા. રામલતા મુસ્લિમ હતા પણ તેમને પ્રભુદેવા સાથે લગ્ન કરવા માટે હિન્દૂ ધર્મનો અંગીકાર કર્યો હતો. તેમના ત્રણ પુત્રો પણ હતા, જેમાંથી સૌથી મોટા દીકરાને કેન્સર હતું અને તે મૃત્યુ પામ્યો. પ્રભુદેવાની પત્નીએ પ્રભુદેવાના નયનતારા સાથેના અફેરને કારણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને વર્ષ 2011માં છૂટાછેડા લીધા. જેમાં પ્રભુદેવાએ 20-25 કરોડ જેટલી રકમ આપી હતી.

Image Source

ઋત્વિક રોશન – સુઝેન

વર્ષ 2000માં ધર્મ જુદા હોવા છતાં ઋત્વિક રોશન અને સુઝેન ખાને લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો પણ છે. તેમના વર્ષ 2013માં પણ છૂટાછેડા થયા, જેમાં ઋત્વિક રોશને સુઝેનને 400 કરોડ રૂપિયા આપ્યા. તેમના  છૂટાછેડાનું કારણે ઋત્વિક રોશનનું કંગના રનૌત સાથેનું અફેર પણ માનવામાં આવે છે.

Image Source

હવે તમને જણાવી દઈએ કે ટીવી અભિનેતા વિવિયન ડીસેના હાલમાં તેના અંગત જીવનને લઈને ચર્ચાઓમાં છે. તેની પત્ની વાહબિજ દોરાબજી સાથેના વિવિયન સંબંધો લાંબા સમયથી સારા નથી ચાલી રહયા. હવે બંનેના છૂટાછેડાની ખબરો પણ સામે આવી રહી હતી. ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે એ વિવિયનની પત્નીએ ભથ્થા તરીકે 2 કરોડ રૂપિયાની માંગ કરી છે.