ભારતની પહેલી મહિલા જાસૂસના મત મુજબ, કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યા મહિલાઓ કામ કરે અને સફળ ન થઇ શકે. આજે આ મહિલા જાસૂસના રસપ્રદ કિસ્સાઓ વિશે જાણીશું કે તેમને જાસૂસીના કામ માટે ઘણા જુદા-જુદા પાત્રો ભજવ્યા હતા. તેઓ કહે છે કે ‘હું ભારતની પહેલી મહિલા છું જે આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. લોકો હંમેશા મને મેણાઓ સંભળાવતા હતા, અને કહેતા હતા કે મને બીજું કોઈ કામ નથી મળતું એટલે જાસૂસીનું કામ કરવું પડી રહ્યું છે. તેઓ કહેતા હતા આ મહિલાનું કામ નથી.’

ભારતની પહેલી મહિલા જાસૂસના રૂપમાં પ્રસિદ્ધ રજની પંડિતના આ શબ્દો છે, જેમને માત્ર 22 વર્ષની ઉંમરમાં જ પોતાનો પહેલો કેસ સોલ્વ કર્યો હતો. તેમના પિતા સીઆઈડીમાં હતા એટલે જ નાની ઉંમરમાં જ જાસૂસીના ગુણ શીખી લીધા હતા.
તેમને જાસૂસ બનવાનો વિચાર ક્યાંથી આવ્યો એ બાબતે એક કિસ્સો છે. રાજની એ સમયે કોલેજમાં ભણતા હતા, રાજનીએ જોયું કે કોલેજની એક મિત્રનો સ્વભાવ ધીરેધીરે બદલાઈ રહ્યો છે. રજનીએ થોડા દિવસ તેના પર નજર રાખી અને એ ખબર કરી કે તેમની મિત્ર ખોટા કામ ભરાઈ ગઈ છે. કેટલાક લોકો તેમનો ખોટો ફાયદો ઉઠાવી રહયા છે. રજનીએ મિત્રના ઘરવાળાઓને આ બધું જ જણાવી દીધું અને પોતાની મિત્રને સાચા રસ્તે લાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ મિત્રના પિતાએ રજનીને પૂછ્યું હતું કે શું તે એક જાસૂસ છે. એ પછી તેને અહેસાસ થયો કે તેમનામાં જાસૂસ બનવાના બધા જ ગુણ છે.

મહારાષ્ટ્રમાં જ જન્મેલા અને અહીં જ ઉછરેલા રજની પંડિતે અત્યાર સુધીમાં 80 હજારથી વધુ કેસ સોલ્વ કર્યા છે. રજની થાણેના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ્યા હતા. તેમને રૂપારેલ કોલેજમાંથી મરાઠી સાહિત્યનો અભ્યાસ કર્યો છે.
આ સિવાય એક બીજો કેસ તેમને સોલ્વ કર્યો હતો. ત્યારે તેઓ કોલેજના પહેલા વર્ષમાં પાર્ટ ટાઈમ ઓફિસ ક્લાર્કનું કામ કરતા હતા. એ દરમ્યાન તેમની સાથે કામ કરનારી એક મહિલાએ તેમના ઘરે થયેલી એક ચોરીની ઘટના વિશે જણાવ્યું. તેમને પોતાની નવી વહુ પર શંકા હતી. પરંતુ તેમના પાસે કોઈ જ પુરાવાઓ ન હતા.
પોતાના પિતાથી પ્રભાવિત થઈને રજનીએ આને પોતાના પહેલા અધિકારીક કેસ તરીકે સોલ્વ કરવાનો નિર્ણય લીધો. તેઓએ મહિલાના ઘરના રસ્તા પર નજર રાખવાની શરુ કરી. ત્યારે જાણવા મળ્યું કે તેમનો દીકરો જ ચોર છે. જયારે તેની પૂછપરછ કરવામાં આવી તો તેને ચોરીની વાત કાબુલી લીધી, એ પછી અહીંથી જ મારી કારકિર્દીની શરૂઆત થઇ ગઈ. એ વખતે તેમની ઉમર માત્ર 22 વર્ષની હતી.

એ સમયે ઇન્ટરનેટ ન હતું કે ન હતા મોબાઈલ ફોન્સ, એવામાં રજની પોતાની શોધખોળ માટે સંપૂર્ણ રીતે લોકો પાસેથી પોચપરાચ કરીને મળતી માહિતી પર જ નિર્ભર રહેતા હતા. આ ક્ષેત્રમાં જોખમ હોવા છતાં એ મજબૂતીથી એમાં આગળ વધતા રહેતા.
રજની જણાવે છે, તેમને કોઈ જ વાતનો ડર ન લાગતો. મને ખબર છે કે લોકો ફક્ત મૃત્યુથી જ ડરે છે. મૃત્યુ તો ક્યારેય પણ આવી શકે છે. પછી એનાથી શું ડરવાનું. તમારું મૃત્યુ તો પાંખો પડવાથી ઘરે પણ થઈ શકે છે, એટલે નીડર થઈને પોતાનું કામ કરવું જોઈએ.
રજનીએ કહ્યું, ‘આ મુશ્કેલીઓથી ભરેલું કામ છે. શરૂઆતમાં મારા માતાપિતાને આ વિશે જાણકારી ન હતી. પણ જયારે મારા પિતાને ખબર પડી તો તેઓએ મને યાદ કરાવ્યું કે આ વ્યવસાય ખૂબ જ ખતરનાક છે. પણ જયારે તેઓ આ કરી શકે છે તો હું પણ કરી જ શકું. એટલે હું આ કામમાં જ લાગેલી રહી. મને પોતાના કામ પ્રત્યે પ્રેમ થઇ ગયો હતો એટલે લગ્ન અને પરિવાર વિશે વિચારવા માટે સમય જ ન મળ્યો.’

રજનીના કામ પર મીડિયાની નજર ત્યારે પડી જયારે તેમને એક હત્યાના કેસને સોલ્વ કરવા માટે કામવાળીના રૂપમાં 6 મહિના સુધી કામ કર્યું. આ તેમના માટે ઘણો મુશ્કેલ કેસ રહ્યો હતો.
તેઓએ કહ્યું, ‘મારા માટે સૌથી અઘરી બાબત હત્યાની તપાસ માટે પુરાવાઓ એકત્ર કરવાનું હતું. મહિલાના પતિ અને દીકરા બંનેની હત્યા કરી દેવામાં આવી હતી. પરંતુ આ ગુનાને અંજામ કોને આપ્યો એ વાતની જાણકારી ન હતી. હું તેનો પુરાવો શોધવા માટે મહિલાના ઘરમાં 6 મહિના સુધી કામવાળી બનીને રહી, જેના પર હત્યાની શંકા હતી.’
‘જયારે એ મહિલા બીમાર પડી ત્યારે મેં તેનું ધ્યાન રાખ્યું અને ધીરે-ધીરે તેનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો. પરંતુ એકવાર જયારે ઘરમાં ખૂબ જ શાંતિ હતી ત્યારે મારા રેકોર્ડરમાંથી ધીમેથી ક્લિકનો અવાજ આવ્યો હતો, ત્યારે પછી તેમને મારા પર શંકા થવા લાગી. અને એ પછી તેઓ મને કશે ભાર જવા પણ દેતા ન હતા.’
‘એ પછી એક દિવસ પેલો કાતિલ ઘરે આવ્યો અને એ જ મારી તક હતી, એટલે મેં મારા પગ પર ચાકુથી ઘાવ કર્યો અને કહ્યું કે મારે પટ્ટી કરાવવા માટે બહાર જવું પડશે. હું સીધી નીકળીને એસટીડી બૂથ ગઈ અને કલાયન્ટને ફોન કરીને પોલીસને લઈને ઘરે આવવાનું કહ્યું. એ દિવસે એ બંને જણા પકડાઈ ગયા હતા.’
રજનીએ 2 બૂક્સ લખી છે, જેના માટે તેમને એવોર્ડ્સ પણ મળ્યા છે. અને ન્યુઝ ચેનલમાં પણ મારા ઇન્ટરવ્યુસ આવ્યા છે. ‘ઘણીવાર મને ધમકીઓ પણ મળતી હતી, પણ મારુ કામ જ એવું હતું અને મને સ્પષ્ટ હતું કે મારે આ જ કામ કરવું છે, એટલે હું ધમકીઓથી ડરતી ન હતી.’
પોતાના સાહસના દમ પર આજે રજનીને દેશી શેરલોક હોમ્સ કહેવાય છે, તેમના કલાયન્ટ્સ આજે દેશ અને વિદેશમાં પણ છે. રજનીએ પોતાની કારકિર્દી દરમ્યાન ઘણા અલગ-અલગ ભૂમિકાઓ ભજવી હતી જેમ કે ઘરકામ કરનારી કામવાળી, આંધળી મહિલા, ગર્ભવતી મહિલા, શાકભાજી વેચવાવાળી મહિલા વગેરે…

રજની કહે છે કે આજકાલ જાસૂસ બનવી સહેલું છે કારણ કે આજકાલ સારા રેકોર્ડર્સ, બગ્સ અને સ્પાય કેમેરા જેવા આધુનિક સાધનો આવી ગયા છે. તેઓ કહે છે, ‘જો તમારે કંઈક પ્રાપ્ત કરવું હોય તો તમારે મહેનત કરીને એને મેળવવું જોઈએ. જો કોઈ કામ સારું લાગે તો તેને ઉત્સાહથી કરવું જોઈએ. આત્મવિશ્વાસ, સાહસ અને જીદ્દથી તમે હંમેશા આગળ વધી શકો છો. હું માનું છું કે જો મહિલા એકવાર નક્કી કરી લે તો એ કઈં પણ કરી શકે છે.’
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks