ખબર

ખુબ જ દુઃખદ: પંજાબની અંદર મોડી રાત્રે ભારતીય વાયુસેનાનું MiG-21 વિમાન થયું ક્રેશ, પાયલોટનું નિધન

વધતા જતા કોરોના અને વાવાઝોડા બાદ બીજી એક દુઃખદ ખબર સામે આવી છે. પંજાબના મોગામાં મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ફાઈટર જેટ મિગ 21 ક્રેશ થઇ ગયું છે. જેમાં પાયલોટ અભિનવ ચૌધરીનું નિધન થયું છે.

મળેલી માહિતી અનુસાર પાયલોટ અભિનવ ચૌધરીએ રાજસ્થાનના સુરતગઢથી મિગ 21માં ઉડાન ભરી હતી, જેના બાદ તે પંજાબના મોગામાં ક્રેશ થઇ ગયું હતું. આ દુર્ઘટના બાદ આગની લપટો ઉઠી રહી હતી. શુક્રવારે સવારે પાયલોટ અભિનવનું શબ મળેવી લેવામાં આવ્યું હતું. હવે આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

ભારતીય એરફોર્સના ઓફીસરોનું કહેવું છે કે મોગાના કસ્બા બધાપુરાના ગામ લંગીયાના ખુર્દ પાસે મોડી રાત્રે 1 વાગે ફાઈટર જેટ મિગ 21 ક્રેશ થઇ ગયું. ઘટના સ્થળ ઉપર પ્રસાશન અને સેનાના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. ઘણી જ મહેનત બાદ પાયલોટ અભિનવ ચૌધરીનું શબ મેળવવામાં આવ્યું હતું.  અભિનવના મોત ઉપર વાયુસેનાએ દુઃખ વ્યક્ત કર્યું છે.