ખબર

BREAKING : હત્યારો નરાધમ ફેનિલ સુરત સિવિલ હોસ્પિટલમાંથી બહાર આવ્યો

ત્રણ દિવસ પહેલા સુરત નજીક પાસોદરામાં યુવતીની થયેલી કરપીણ હત્યા પછી આ આખી ઘટના ટોક ઓફ ઘી ટાઉન બની છે. આજે સુરતની દીકરી ગ્રીષ્માના અંતિમ સંસ્કાર થઇ ગયા અને બીજી બાજુ પ્રેમમાં પાગલ હત્યારા ફેનિલ ગોયાણીએ હત્યા કર્યા બાદ પોતે પણ આપધાતનો પ્રયાસ કરતા પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. આજે ફેનિલને હોસ્પિટલમાંથી રજા અપાતા તેને કકત બંદોબસ્ત વચ્ચે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ફેનિલ કોલેજમાં ભણતો ત્યાર થી જ ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો. ગેરકાયદે કપલ બોક્સ કાફે ચલાવતો હતો જ્યાં કપલ રંગરેલિયા માનવવા આવે. કોલેજકાળમાં છોકરીઓની છેડતી કરવી તેના માટે સામાન્ય બાબત હતી. કોલેજ કેમ્પસમાં હથિયારો લઈને દાદાગીરી પણ કરતો હોવાનું સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અત્યાર સુધી ફેનિલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હોવાથી પોલીસ તરફથી કોઈ પુછપરછ શરુ કરવામાં આવી નથી. જો કે, હવે તેને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે. જ્યાં પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ દ્વારા ગ્રીષ્માને પામવા માટે છેલ્લા ઘણા મહિનાઓથી પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

માસુમ ગ્રીષ્માના હત્યારાએ રસ્તા પર આંતક મચાવી ગ્રીષ્મનું ગળું કાપી નાખ્યું.પછી પોતે મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી. આરોપી ફેનિલને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ હત્યારા ફેનિલ સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં 302 હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. સિવિલમાંથી છુટા જ પોલીસ તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરશે ત્યારે હકિકતમાં હત્યાનું કેવી રીતે પ્લાનિંગ કર્યુ તે બહાર આવશે. ફેનિલને સાથે રાખી અને ગ્રીષ્માનાં ઘર પાસે રિકનસ્ટ્રક્શન કરવામાં આવશે પણ આ પોલીસ માટે એક ચેલેન્જ છે અને બંદોબસ્ત પણ વધારવો પડશે કારણકે લોકોમાં ફેનિલ ગોયાણી માટે એટલો રોષ છે કે તેના પર હુમલો થઈ શકે છે.

 

ડૉક્ટરના જણાવ્યા મુજબ ફેનિલે પોતે નસ કાપી ન હતી માત્ર ઉપરની ચામડી પર જ ઘા માર્યા હતા જેથી 10 જેટલા ટાંકા લાગાવવામાં આવ્યા છે. આ નરાધમને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ઈલાજ કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસે ફેનિલની સારવાર સમયે પરિવાર છોડી બીજા કોઈને પણ મળવા દેવામાં આવ્યા નથી.

 

ત્યારે ડોક્ટરે આજે રજાની પરમીશન આપતા હાજર પોલીસ કામરેજ પોલીસ કર્મચારીઑએ ઉપરી અધિકારીને જાણ કરી હત્યારાની ધરપકડ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો.છેલ્લા ત્રણ દિવસથી આરોપી સારવાર હેઠળ હતો.

સુરતમાં વેકરીયા પરિવારની લાડકવાયી દિકરી ગ્રીષ્માને આજે ભાવભીની વિદાય આપવામાં આવી જેમા મોટી સંખ્યામા લોકો તેની અંતિમ યાત્રામાં જોડાયા હતા. આજે ગ્રીષ્માની હત્યા બાબતે આપણા CM ભૂપેન્દ્ર પટેલે પીડિત પરિવાર સાથે વિડીયોક કોલમ વાતચીત કરી છે. વીડિયો કોન્ફરન્સથી થયેલી ફેમિલી સાથે વાતમાં CMએ કડક કાર્યવાહી અને તપાસના આપ્યા આદેશ આપ્યા હોવાનું કહ્યું હતુ.

સાથે જ પરિવારને આ દૂખની ઘડીમાં દિલાસો પણ આપ્યો હતો અને ઝડપી ન્યાય મળશે તેવી બાંહેધરી આપી હતી. આજે અંતિમસંસ્કારમાં ગ્રીષ્માના ફેમિલી ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી પરિસ્થિતીમાં જોવા મળ્યો હતો.

ગત 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં ફેનિલ નામના નરાધમ યુવકે ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. જેનો રોષ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માના પિતા આફ્રિકા હોવાના કારણે બે દિવસથી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નહોતા, પરંતુ પિતાના આવતા જ દીકરીની અંતિમ યાત્રા યોજાઈ, ગ્રીષ્માના પિતા પણ તેના મોતથી અજાણ હતા અને જયારે તેમને દીકરીના મોતના સમાચાર સાંભળ્યા ત્યારે તેમનું પણ હૈયું કંપી ઉઠ્યું હતું.