કૌશલ બારડ ફિલ્મી દુનિયા લેખકની કલમે

‘રામાયણ’ના કલાકારોની ફી કેટલી હતી? લક્ષ્મણનો રોલ ભજવનાર કલાકારે કર્યો ખુલાસો

દૂરદર્શન પર ફરીવાર પ્રસારિત થઈ રહેલી ‘રામાયણ’ સીરિયલ હવે તેનાં અંતિમ ચરણોમાં છે, ‘ઉત્તર રામાયણ’નું પ્રસારણ ચાલે છે. રામાનંદ સાગર દ્વારા ૧૯૮૭માં બનાવવામાં આવેલી આ ટેલિવિઝન સીરિઝ ઇતિહાસ-સર્જક બની ગઈ છે. દૂરદર્શન ચેનલ અત્યારે બધી પ્રાઇવેટ ચેનલોને પાછળ છોડીને ટીઆરપીમાં પ્રથમ ક્રમાંકે આવી છે એની પાછળ રામાયણનો જ હાથ છે.

Image Source

રામાયણની ખ્યાતિ એટલી પ્રસરી છે કે, લોકો રામાયણમાં પાત્ર-અભિનય કરનાર કલાકારોને જ સાચા પૌરાણિક પાત્રો માની બેઠાં છે! રામનો રોલ ભજવનાર અરૂણ ગોવિલ, સીતાજીનો વેશ ધારણ કરનાર દીપિકા ચિખલીયા અને લક્ષ્મણનો રોલ પ્લે કરનાર સુનીલ લહરીને લોકો ભગવાનની જેમ પૂજે છે! – લોકપ્રિયતાનું આનાથી વધારે ઉત્તમ ઉદાહરણ બીજું હોઈ શકે નહી.

રામાયણના કલાકારોની ફી શું હતી?:
‘રામાયણ’માં અભિનય કરનાર દરેક કલાકારના ચાહકને એક પ્રશ્ન હોવાનો કે, એ વખતે આ લોકોને આવો અદ્ભુત અભિનય કરવાના કેટલા પૈસા મળ્યા હશે? એકેએક પાત્રને સાંગોપાંગ ઉતારી જનાર આ કલાકારોનું મહેનતાણું શું હશે? એક પ્રતિષ્ઠિત ન્યૂઝ માધ્યમ સાથે વાત કરતા રામાયણના લક્ષ્મણ(સુનીલ લહરી)એ આ વાતનો જવાબ આડકતરી રીતે આપ્યો છે.

Image Source

સુનીલ લહરીના કહેવા પ્રમાણે, એ વખતે અભિનયના બહુ ઓછા રૂપિયા મળતા હતા. આજની જેમ નહોતું. વધારામાં તેમણે એમ પણ કહ્યું કે, એ જમાનામાં આજની જેમ પારાવાર ખર્ચાઓ પણ નહોતા. આજે લોકો લાઇફ સેટ કરવા માટે પ્રિ-પ્લાનીંગ કરે છે એવું એ વખતે કંઈ નહોતું.

ત્યારે અને અત્યારે આટલો ફરક છે:
સુનીલ લહેરી જણાવે છે, કે અત્યારના સમયમાં કોઈ કલાકાર એકાદ શો કરીને પોતાનું ઘર બનાવી શકે છે. એ વખતે આખી રામાયણ પૂરી કર્યા બાદ અમે આવું વિચારી પણ નહોતા શકતા! – આ વાત જણાવે છે કે, ત્યારે કલાકારોની ફી શું હતી! જો કે, ઓછી ફીમાં પણ ઉત્કૃષ્ટ દરજ્જાનો જે અભિનય તેમણે કર્યો છે એ કાબીલેદાદ છે.

Image Source

રામાયણની લોકપ્રિયતા આજે એટલી બધી વધી ગઈ છે, કે લોકોને કલાકારોની પડદા પાછળની જિંદગી જાણવાનો પણ રસ જાગ્યો છે. આજકાલ ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં રામાયણ સીરિયલને લગતી અનેક વાતો સામે આવી રહી છે, જે લોકોને ભારે આકર્ષક પણ લાગે છે.

આર્ટિકલ સારો લાગ્યો હોય તો શેર કરજો, ધન્યવાદ!

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.