ખબર

ભારત દેશમાં કોરોનાને ફેલાતો અટકાવવાનું સૌથી મોટું કામ ચીનના કારણે અટકી પડ્યું!

જયારે આખા વિશ્વમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે જુદા-જુદા પ્રયાસો કરવામાં આવી રહયા છે અને ટેસ્ટિંગ વધારવાની વાત કહેવામાં આવી રહી છે ત્યારે ભારતે ટેસ્ટિંગ ઓછું કરી દીધું છે અને ICMRએ ડોકટરો અને હોસ્પિટલોને કહ્યું છે કે રેપિડ ટેસ્ટિંગ ન કરવામાં આવે, અને તપાસ માટે જે રેપિડ ટેસ્ટિંગ કીટ આવી છે એ પણ પાછી આપી દો.

આનું કારણ છે કે ભારતે ચીન પાસેથી મોટા પાયે કોરોનાની તપાસ માટે જે ટેસ્ટિંગ કીટ મંગાવી હતી, એમાં ગડબડ છે. ત્રણ વાર ડેડલાઈન વીત્યા પછી ટેસ્ટિંગ કીટ ચીનથી ભારત આવી હતી અને એ પણ ખરાબ નીકળી. આ ટેસ્ટિંગ કીટમાં પરિણામ સાચા નથી આવી રહ્યા. ICMRએ ગયા અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટેસ્ટ કીટમાં ગડબડ છે, અને દેશભરના ટેસ્ટિંગ સેન્ટરને આને ન વાપરવા કહ્યું.

Image Source

લાંબા સમયથી ભારતમાં રેપિડ ટેસ્ટિંગની માંગ ઉઠી હતી. ત્યારે એપ્રિલની શરૂઆતમાં સરકારે અને ICMRએ સ્વીકાર્યું કે ભારતને રેપિડ ટેસ્ટિંગ કીટની જરૂર છે, અને પછી ચીનને ઓર્ડર આપવામાં આવ્યો, પણ ત્રણવાર ડેડલાઈન પસાર થયા પછી ટેસ્ટિંગ કીટ ભારત આવી.

જયારે ટેસ્ટિંગ કીટ ભારત આવી, ત્યારે તેની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે ટેસ્ટિંગ કીટ 80% સુધી સાચી છે. ICMRએ કહ્યું કે આનો ઉપયોગ ફાઇનલ તપાસ માટે નહિ, પણ નજર રાખવા માટે કરીશું. મોટા લેવલ પર ટેસ્ટિંગ શરુ થઇ, હોટ સ્પોટ અને કંટેનમેન્ટ ઝોનમાં આને વાપરવાનું શરુ કર્યું, તો જાણવા મળ્યું કે રેસ્પીડ ટેસ્ટિંગ કીટથી જે પરિણામ આવી રહયા છે એ 6થી 71 ટકાની વચ્ચે બદલાઈ રહયા હતા. એટલે કે પરિણામથી જાણવા મળતું ન હતું કે કેટલું સાચું છે, કન્ફ્યુઝન થઇ રહ્યું હતું.

Image Source

એ પછી ICMRએ બધા જ રાજ્યોને બે દિવસ માટે ટેસ્ટિંગ રોકવા કહ્યું, અને કહ્યું કે એમાં જે મોટી ગડબડ મળી રહી છે એની તપાસ કરવામાં આવશે. એ માટે દેશના 8 નિષ્ણાંતોને રોકવામાં આવ્યા. તપાસ પુરી થયા પછી જાણવા મળ્યું કે એમાં ગડબડ છે, એટલે ICMRએ કહ્યું કે કીટને પાછી ચીનને મોકલાવી દેવી.

આના પર ચીને જવાબ આપ્યો કે ભારતને કીટને વાપરતા નથી આવડતું. એમના પ્રવકતાએ કહ્યું – રેપિડ ટેસ્ટિંગ કીટની સાચવણ, એનું સંચાલન અને તપાસના વપરાશ માટે કઠોર ગાઇડલાઇન્સ છે. જો કોઈ પ્રોફેશનલ વ્યક્તિ ટેસ્ટ કીટના દિશાનિર્દેશો અનુસાર તપાસ નહિ કરે તો ટેસ્ટના પરિણામમાં વેરિએશન આવશે.

Image Source

એવું પણ કહ્યું કે આને બનાવનાર કંપનીઓએ રેપિડ ટેસ્ટિંગ કીટ માટે National Medical Products Administration of China (NMPA) થી સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે. ભારતના ICMR આધીન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા પણ આની તપાસ અને આને અનુમતિ આપવામાં આવી હતી. આ જ ટેસ્ટિંગ કીટ યુરોપ, એશિયા અને લેટિન અમેરિકાના દેશોમાં મોકલવામાં આવી છે, અને ત્યાં આનો વપરાશ કરવામાં આવે છે.

એટલે કે ચીને બધું જ ભારતના માથે થોપી દીધું અને એ વાત ન સ્વીકારી કે ત્યાંથી આવેલી ટેસ્ટિંગ કીટમાં ગડબડ હોઈ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.