ખબર

ઘોર કળિયુગ….. સસરો જ ભગાડી ગયો પોતાના દીકરાની પત્નીને, પછી એક દિવસ

આ છે સુરતના વેવાઈ-વેવાણની ઘટનાને પણ ટક્કર મારે એવો કિસ્સો, ચુપચાપ સસરાં જ વહુને લઈ ભાગી ગયા પછી એક દિવસ

સોશિયલ મીડિયા અને સમાચારમાં રોજ બરોજ અજીબો ગરીબ પ્રેમ પ્રકરણો આપણે રોજ વાંચતા હોઈએ છીએ, ઘણા પ્રેમ પ્રકરણો જોઈને આપણને પણ નવાઈ લાગે, થોડા સમય પહેલા જ સુરતમાં વેવાઈ-વેવાણ ભાગી જવાની ઘટનાએ ઘણી જ મોટી ચર્ચા ઉભી કરી હતી બાદ હવે એક બીજી ઘટના સામે આવી છે જેને વાંચીને ખરેખર નવાઈ લાગે.

Image Source

હરિયાણાના પાનીપત જિલ્લામાં એક સસરા પોતાની જ વહુને લઈને ભાગી ગયા. બનેંના અવૈધ સંબંધો વિશે લોકોને ત્યારે ખબર પડી જયારે સીસીટીવીમાં બંને કેદ થયા. જાણવા મળી રહ્યું છે કે બંને વચ્ચે લાંબા સમયથી અવૈધ સંબંધો હતા. લોકોને બતાવવા માટે એક બીજા સાથે ઝઘડતા હતા. બાદમાં સીસીટીવી ફુટેજથી બનેંના ભાગવાની ઘટનાનો ખુલાસો થયો.

Image Source

જાણકારી પ્રમાણે આ ઘટના પાનીપતની સૈની કોલોનીની છે. જ્યાં એક યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. તેને 10 મહિનાનો દીકરો પણ છે. આ મહિલાને તેના પતિની જગ્યાએ તેના સસરા સાથે જ અવૈધ સંબંધો બંધાઈ ગયા. બંનેએ સાથે રહેવા માટે ઘરેથી ભાગી અને ક્યાંક બીજે રહેવાનું પ્લાનિંગ કર્યું. એટલા માટે તેમને પોતાના ઘરવાળા લોકોના ખાવામાં નશાની ગોળીઓ નાખી દીધી.

Image Source

પરિવારજનો જયારે બેભાન હાલતમાં હતા ત્યારે સવારે 4 વાગ્યાની આસપાસ પહેલા સસરા ઘરેથી નીકળ્યા, ત્યારબાદ વહુ પોતાના 10 મહિનાના દીકરાને લઈને નીકળી. ત્યારબાદ બંને ઘરની બહાર મળે છે અને પછી ક્યાંક ચાલ્યા જાય છે. નવાઈની વાત એ છે કે એમની પાસે કોઈ મોબાઈલ ફોન નહોતો. આ ઘટના લગભગ 14 દિવસ પહેલા ઘટી. પરિવારજનોનું કહેવું છે કે એમને સમજમાં જ નથી આવી રહ્યું કે આ કેવી રીતે બન્યું. સસરા તો વહુથી ઉંમરમાં ઘણા જ મોટા છે.

Image Source

આ મામલામાં ગત 28 ઓગસ્ટના રોજ પોલીસ સમક્ષ કેસ દાખલ કરાવવામાં આવ્યો. જો કે મીડિયામાં આ મામલો હમણાં જ સામે આવ્યો. જે યુવકની પત્ની તેના સસરા સાથે ભાગી છે, તે હવે મોઢું સંતાડીને ફરી રહ્યો છે. તેને પોલીસને જણાવ્યું કે શંકાની કોઈ વાત જ નથી. મારા અબ્બા અને મારી પત્ની વચ્ચે ઝઘડા થયા હતા. અમને લાગ્યું કે તે સાચે જ ઝઘડે છે, પરંતુ તે તો ભાગ્યા છે. અમારા પરિવારની ઈજ્જત માટીમાં મળી ગઈ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.