બોલીવુડમાં હાલના સમયે સૌથી વધારે જો કોઈ સ્ટાર કિડની ચર્ચા છે તો તે સારા અલી ખાન છે. લગાતાર પોતાની બે ફિલ્મોથી સારાએ દરેકને દીવાના બનાવી લીધા છે. તે પોતાની સાથેના દરેક સ્ટાર કિડ્સથી અનેક ગણી વધારે લોકપ્રિય બની ગઈ છે. કેદારનાથ અને સિમ્બા જેવી હિટ ફિલ્મો આપીને સારાએ સાબિત કરી દીધું છે કે તે એક સારી અને બેસ્ટ અભિનેત્રી છે. ચુલબુલી દેખાતી સારા અલી ખાન બાળપણથી જ એકદમ ક્યૂટ છે.
View this post on Instagram
આજે સારા અલી ખાન દરેક કોઈ માટે ફેશન આઇકોન બની ગઈ છે, પણ શું તમે જાણો છો કે ફિલ્મોમાં આવતા પહેલા સારાનું વજન 96 કિલો હતુ? અને આજે સારાની ગણતરી બોલીવુડમાં સૌથી ફિટ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે.જો કે સારા માટે વજન ઘટાડવું સહેલું ન હતું તેના માટે તેણે ખુબ મહેનત કરી હતી.

12 ઓગસ્ટ 1995 ના રોજ જન્મેલી સારા અલી ખાન આજે પોતાના 24 માં જન્મદિવસની ઉજવણી કરશે.આજે અમે તેના જન્મદિવસના મૌકા પર તેના ફેટ માંથી ફિટ બનવાની મુસાફરી વિશે જણાવીશું.

બોલીવુડના નવાબ સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન આજે દરેકના દિલોમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી ચુકી છે. સોશિયલ મીડિયા પર પણ તેના ફેન્સની સંખ્યા વધતી જઈ રહી છે. પહેલા તેનું વજન ખુબ જ વધારે હતું પણ તેણે પોતાના ફિટનેસ પર ખુબ ધ્યાન આપ્યું હતું. આજે તે પોતાની સુંદરતાથી બૉલીવુડની અન્ય અભિનેત્રીઓને પણ પાછળ છોડી દીધી છે. 24 વર્ષની સારા આજે કામિયાબીના શિખર પર પહોંચી ગઈ છે.
સારા અલી ખાનની અંદર એક ગજબનું કોન્ફિડેન્સ લેવલ છે. આ સમયે સારાની પાસે ફિલ્મોના અન્ય ઘણા પ્રોજેક્ટ છે, આ વાતનો શ્રેય તેની માં અમૃતા સિંહને જાય છે. અમૃતા સિંહે સારાનો માત્ર ઉછેર જ નથી કર્યો પણ તેના સંસ્કારો પણ સ્પષ્ટ નજરમાં આવે છે.

જણાવી દઈએ કે પોતાના વજનને ઘટાડવા માટે સારાએ ચાર મહિના સુધી મહેનત કરી હતી. આ ચાર મહિનામાં સારાએ 30 કિલો વજન ઘટાડ્યું હતું.એક ઇન્ટરવ્યૂમાં સારાએ કહ્યું હતું કે તે સમયમાં તે માત્ર ચિકન અને ઈંડાઓ જ ખાતી હતી.સારા બ્રિટિશ સિંગર અને ફેમસ ફેશન ડિઝાઈનર વિક્ટોરિયા બેકહમ પણ આજ ડાઇટને ફોલો કરે છે.
સારાએ એ પણ કહ્યું હતું કે તેણે કીટો ડાઇટનું પણ અનુસરણ કર્યું હતું, પણ તેનાથી તેને કોઈ જ અસર થઇ ન હતી જેને લીધે તેણે આ ડાઇટને ફોલો કરવાનું બંધ કરી દીધું હતું. વજન ઓછું કરવા માટે ખુબ મહેનત કરવી પડે છે, કેમ કે લોકો વિચારે છે કે રાતો રાત અમે સ્લિમ નજર આવવા લાગશું તો એવા લોકોને સારા કહે છે કે મહેનત કર્યા વગર કંઈપણ મળતું નથી.

ફેન્સ પણ તેની નેચરલ બ્યુટીના ખુબ દીવાના છે. સારા અલી ખાન એક નવાબી ખાનદાનથી છે છતાં પણ તે એકદમ સામાન્ય જીવનશૈલીમાં જ વિશ્વાશ રાખે છે. સારા પોતાના ભાઈ ઇબ્રાહિમની પણ ખુબ નજીક છે.સારા ખાન બાળપણથી જ ખુબ જ ક્યૂટ છે.પણ ફિલ્મોમાં આવવા માટે તેમણે પોતાનું વજન ખુબ જ ઓછું કરી લીધું છે અને એકદમ ગ્લેમર બની ગઈ છે.
સારા કહે છે કે તે રોજ વ્યાયામ કરે છે. આ દરમિયાન તે ગરમ પાણી લેવાનું પસંદ કરે છે. વ્યાયામ કર્યા પછી તે પ્રોટીન યુક્ત ગ્રીક યોગર્ટની સાથે એક કપ કોફી લેવાનું પસંદ કરે છે, અને તે તેને ખુબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે.
આ વાતોનું રાખવું ધ્યાન:
આ ડાઇટથી તમારી કેલેરી તો ઘટી જાય છે પણ શરીરના મેટાબોલિઝમ્સ પર તેની અસરે પડે છે માટે એક ખોરાક પર વધારે સમય સુધી નિર્ભર ના રહેવું જોઈએ.જ્યારે આપણે એક જ વસ્તુ આખો દિવસ ખાઈએ છીએ તો આપણું મન પણ તેનાથી ભરાઈ જાય છે અને આપણા શરીરમાં એનોરેક્સિયાનો ખતરો વધી જાય છે.આવા ડાઈટ પ્લાનથી તમારું વજન તો ઓછું થઇ જશે પણ એક સમય પછી તમે બીમાર પણ થઇ શકો છો, માટે બને ત્યાં સુધી તેને લાંબા સમય સુધી તેને ફોલો કરવું ન જોઈએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks