ખેડૂતનો આ દેશ જુગાડને જોઈને આખું સોશિયલ મીડિયા હલબલી ગયું, જુઓ ટ્રેકટરને શું બનાવી દીધું આ કાકાએ… વાયરલ થયો વીડિયો

દુબઇના શેખની વિશાળ હમર બાદ ભારતીય ખેડૂતના ટ્રેકટરનો વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ કહેશો કે “આવું ટ્રેકટર જિંદગીમાં પણ નહોતું જોયું…” જુઓ વીડિયો

Farmer Modified Tractor In Unique Way : સોશિયલ મીડિયામાં રોજ ભારતીય જુગાડના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે અને ઘણા જુગાડ તો એવા હોય છે જે કોઈના પણ હોશ ઉડાવી શકે. આપણા દેશમાં લોકો જરૂરિયાત હિસાબે જુગાડ કરતા હોય છે. ભારતના જુગાડ દુનિયાભરમાં ફેમસ છે, ત્યારે હાલ એવા જ એક જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જે એક ખેડૂત દ્વારા ટ્રૅક્ટર સાથે કરવાંમાં આવ્યો છે, આ જુગાડ જોઈને તમે પણ ચોંકી જશો.

ખેડૂતે કર્યા ટ્રેકટરમાં ફેરફાર :

ખેડૂતનો આ વિચાર એટલો સારો છે કે તેના વખાણ કરીએ તેટલા ઓછા છે. ખૂબ જ સરળ રીતે ખેડૂતે ટ્રેક્ટરનો આખો લુક બદલી નાખ્યો છે. ચોક્કસ તમે આજ સુધી આવું ટ્રેક્ટર નહીં જોયું હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે દેશી જુગાડથી બનેલા ટ્રેક્ટરની બોડી સાવ અલગ છે. આગળના બે પૈડા એકદમ નાના છે. જ્યારે, પાછળના વ્હીલ્સ મોટા છે. આ સિવાય વ્હીલ્સ વચ્ચે ઘણો ગેપ છે. ખાસ વાત એ છે કે ટ્રેક્ટરની ઊંચાઈ 8-9 ફૂટ છે.

યુઝર્સ પણ જોઈને રહી ગયા હેરાન :

આવા ઊંચા વાહનો સામાન્ય રીતે જોવા મળતા નથી. ક્લિપ જોયા પછી, એવું કહેવું ખોટું નહીં હોય કે કિસાને તેમાં શ્રેષ્ઠ રીતે ફેરફાર કર્યો છે. ઊંચાઈ વધુ હોવાને કારણે આ ટ્રેક્ટર સરળતાથી તળાવ કે કેનાલને પાર કરી શકે છે. આ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર ભરત પ્રજાપતિ નામના યુઝરે શેર કરી છે. કેપ્શનમાં લખ્યું છે  “હેવી ડ્રાઈવર.” પાંચ દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવેલી આ ક્લિપને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bharat Prajapat (@officialbharat__)

સામે આવી પ્રતિક્રિયાઓ :

આ ઉપરાંત યુઝર્સે કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. એકે લખ્યું “બાબાનું ટ્રેક્ટર ક્યાં છે?” બીજાએ કહ્યું- આવું ટ્રેક્ટર જોયું છે? તે જ સમયે, અન્ય વપરાશકર્તાએ ટિપ્પણી કરી – ટ્રેક્ટર હમરથી ઓછું દેખાતું નથી. થોડા દિવસ પહેલા જ દુબઇના શેખની હમરનો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો, જે પણ વિશાળ હતી.

Niraj Patel