અચાનક બદલાઈ ગયો ઓફિસનો માહોલ, જયારે કર્મચારીઓએ ડાન્સ માસ્ટર સાથે શરૂ કર્યો ડાન્સ, જુઓ મજેદાર વીડિયો
Employees Learn Bhangra In Office : દરેક વ્યક્તિ ઇચ્છતું હોય છે કે તેમને એક એવી જગ્યા પર નોકરી મળે જ્યાં તેમને કામની સાથે થોડી ફ્રીડમ પણ મળે અને કામમાં બંધાયેલા હોય તેવો અનુભવ ના થાય, ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં જોવા મળતું હોય છે કે કર્મચારીઓને ખુબ જ સુવિધાઓ આપવામાં આવતી હોય છે અને આવા વીડિયોને જોઈને આપણો પણ જીવ બળી જતો હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં કર્મચારીઓ ડાન્સ કરતા જોવા મળે છે.
ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો વીડિયો :
ડાન્સ કરવાથી ફિટનેસ સારી રહે છે. આ સિવાય તણાવ ઓછો થાય છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ ક્લિપમાં જોઈ શકાય છે કે કર્મચારીઓ ઓફિસમાં ભાંગડા કરતા જોવા મળે છે. તેની સામે એક ટ્રેનર છે, જે તેને ડાન્સ સ્ટેપ શીખવી રહ્યો છે. આવી પ્રવૃતિ કરનારાઓનું કામનું ફોકસ વધે છે. આ જ કારણ છે કે આ ક્લિપને ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. એકંદરે, લોકો કહે છે કે તેઓ આવી ઓફિસોમાં કામની તકો શોધે છે.
38 લાખથી વધુ લોકોએ જોયો :
આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર સાહિલ શર્મા નામના યુઝરે શેર કરી છે. કેપ્શનમાં લખ્યું છે “બસ આવી ઓફિસ મળવી જોઈએ.” થોડા દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવેલી આ ક્લિપને અત્યાર સુધી 38 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. અને 2 લાખથી વધુ લોકોએ લાઈક પણ કરી છે. આ સાથે જ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું – આ ચોક્કસપણે HR વિભાગ હશે. બીજાએ કહ્યું- મારે પણ આવી ઓફિસ જોઈએ છે.
View this post on Instagram
ઓફિસમાં જ ભાંગડા કર્યા કર્મચારીઓએ :
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કર્મચારીઓ પોતાના ડેસ્ક પાસે ઉભા છે અને ત્યારે જ એક વ્યક્તિ ત્યાં શોર્ટ અને ટી શર્ટ પહેરીને આવે છે અને તેમને ભાંગડા કરાવે છે. બધા જ કર્મચારીઓ ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને સાથે જ તમામ ડાન્સ કરવામાં પણ સહભાગી બને છે. ત્યારે આ વીડિયોએ હવે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે.