વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો… પોતાના બાળકને સ્વિમિંગ પુલ પાસે એકલું મુકતા પહેલા 100 વાર વિચારજો, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

વાલીઓની સહેજ લાપરવાહીથી બાળકનો જીવ પણ જઈ શકે છે, જુઓ કેવી રીતે બાળક રમતા રમતા સ્વિમિંગ પુલની અંદર જ પડી ગયું, વાયરલ થયો વીડિયો

Child fell into a swimming pool while playing : નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને તેઓ ક્યારેક એવા કામ કરી બેસતા હોય છે જેના કારણે તેમના જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. ઘણીવાર નાના બાળકો કોઈ ના ખાવાની વસ્તુઓ પણ ખાઈ લેતા હોય છે તો ઘણીવાર વાલીઓની નજર ચૂક થતા જ તે મુસીબત પણ વહોરી લેતા હોય છે. આવી ઘણી ઘટનાઓ પણ સામે આવતી રહે છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થતા હોય છે, ત્યારે હાલ એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

રમતા રમતા સ્વિમિંગ પુલ પાસે પહોંચ્યું બાળક :

વાયરલ થઇ રહેલા વીડિયોમાં સ્વિમિંગ પૂલ પાસે એક બાળક એકલું જોવા મળી રહ્યું છે, જે દરમિયાન બાળક સાથે અકસ્માત થાય છે, પરંતુ ભગવાનનો આભાર, કંઈ અઘટિત બન્યું નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ જોવામાં આવી રહ્યો છે. ઝિંદગી ગુલઝાર હૈ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં દોઢ વર્ષનો બાળક સ્વિમિંગ પૂલ પાસે એકલો રમી રહ્યો છે.

ડૂબતા જોઈને પિતા ભાગ્યા :

બાળક પહેલા પાપા પગલી ભરતું ભરતું સ્વિમિંગ પુલની પાસે આવે છે અને પછી પૂલના પાણીમાં એક પગ નીચે લટકાવે છે અને પછી લપસીને પૂલના ઊંડા પાણીમાં પડી જાય છે. બાળક તેના બંને હાથ અને પગને આમ તેમ હલાવે છે અને તે પાણીમાં લથડતો જોવા મળે છે, પરંતુ તે પછી બાળકના પિતા ત્યાં પહોંચી જાય છે અને પૂલમાં કૂદીને બાળકને ડૂબતા બચાવે છે.

લોકોએ માતા પિતાને સંભળાવ્યું :

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર વારંવાર જોવામાં આવી રહ્યો છે અને થોડી જ વારમાં તેના પર હજારો લાઈક્સ આવી ગયા છે. લોકો તેને માતા-પિતાની બેદરકારીનું પરિણામ જણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આજકાલ પેરેન્ટ્સ મોબાઈલ અને ટીવીમાં વ્યસ્ત છે, તેઓ પોતાના બાળકોને ભૂલી જાય છે. જ્યારે બીજાએ ટિપ્પણી કરી, જો ઘરમાં બાળક હોય તો વધુ સાવચેત રહેવાની જરૂર છે.

Niraj Patel