લો બોલો… જેને આ યુવતીનો ફોન ચોર્યો હતો એ વ્યક્તિને જ પોતાનું દિલ આપી બેઠી આ સુંદર હસીના, વીડિયોમાં જણાવી કહાની, જુઓ

ગલીમાંથી પસાર થતી હતી સુંદર છોકરી, ત્યારે જ એક યુવકે ચોરી લીધો તેનો ફોન, થોડા જ દિવસમાં ફોનની સાથે યુવતીનું દિલ પણ ચોર્યું, જુઓ ગજબની લવસ્ટોરી

A girl fell in love with a phone thief : સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી એવી પ્રેમ કહાનીઓ સામે આવતી હોય છે જેને જાણીને આપણી અક્કલ કામ કરતા પણ બંધ થઇ જાય. હાલ આપણા દેશમાં સરહદ પાર પ્રેમ થવાની ઘણી કહાનીઓ સામે આવી રહી છે, પરંતુ શું તમે એવી પ્રેમ કહાની જોઈ છે જેમાં ચોર જોડે જ પ્રેમ થઇ જાય ? હા, હાલ એક એવી જ એક કહાની ખુબ જ ચર્ચામાં છે. જેમાં ફોન ચોર યુવકના પ્રેમમાં એક સુંદર યુવતી પડી ગઈ જેને એ યુવતીનો ફોન ચોરી લીધો હતો.

યુવકે ચોર્યો હતો યુવતીનો ફોન :

મામલો બ્રાઝિલનો છે. બે વર્ષ પહેલા શરૂ થયેલી આ સ્ટોરી આજકાલ ખૂબ વાયરલ થઈ રહી છે. યુવતી લગભગ બે વર્ષ પહેલા છોકરાના પાડોશમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે કોઈએ તેનો ફોન ચોરી લીધો હતો. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલમાં જણાવે છે કે મહિલા, એમેન્યુએલા, બ્રાઝિલમાં એક ઇવેન્ટમાં તેમની “પહેલી ડેટ” ની વાર્તા કહી. ઈમાનુએલા કહે છે કે એક દિવસ તે તેના બોયફ્રેન્ડની ગલીમાંથી પસાર થઈ રહી હતી. ત્યાં તેનો ફોન ચોરાઈ ગયો હતો.

ગર્લફ્રેન્ડના મળવાના કારણે પરેશાન હતો :

ચોર બીજું કોઈ નહીં પણ એ જ માણસ હતો જે પાછળથી તેનો બોયફ્રેન્ડ બન્યો હતો. ઇમેન્યુએલા કહે છે, “તે જ્યાં રહે છે તે શેરીમાં હું ચાલી રહી હતી અને કમનસીબે, હું લૂંટાઈ ગઈ.” છોકરી પછી છોકરાએ પણ તેની વાર્તા સંભળાવી. છોકરો કહે છે, “હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો કારણ કે મારી પાસે કોઈ ગર્લફ્રેન્ડ ન હતી. જ્યારે મેં ફોન પર તેની તસવીર જોઈ, ત્યારે મેં મારી જાતને કહ્યું કે કેટલી સુંદર છોકરી છે. તું રોજ આવી છોકરીઓ નથી જોતો અને મેં જ તેનો ફોન ચોર્યો.”

પહેલા ફોન અને પછી દિલ ચોર્યું :

તેને પસ્તાવો થયો. આના પર પત્રકારે ચોર-બૉયફ્રેન્ડને પૂછ્યું, “તો તમે પહેલા છોકરીનો ફોન ચોર્યો અને પછી તેનું દિલ?” આ માટે બોયફ્રેન્ડ કહે છે, “હા, અલબત્ત!” પોસ્ટ અનુસાર, બંને છેલ્લા બે વર્ષથી ડેટ કરી રહ્યાં છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે છોકરીના માતા-પિતા આ માટે સંમત છે કે કેમ. આ દરમિયાન તેમની વિચિત્ર લવ સ્ટોરીએ ટ્વિટર યુઝર્સને હેરાન કરી દીધા છે. જ્યારે કેટલાકએ ધ્યાન દોર્યું કે આવી અસંભવિત પ્રેમ કથાઓ ફક્ત બ્રાઝિલમાં જ મળી શકે છે, અન્ય લોકોએ કહ્યું કે તેમને વાર્તા રસપ્રદ લાગી અને તેઓ માનતા હતા કે પ્રેમ ગમે ત્યાં અને કોઈપણ સંજોગોમાં ખીલી શકે છે.

Niraj Patel