ફાઇનલી હવે દર્શકોની આતુરતાનો આવશે અંત ! ઘણા વર્ષો બાદ ‘દયા ભાભી’ તારક મહેતામાં કરશે કમબેક, અસિત મોદીએ પોતે કર્યુ કંફર્મ

તારક મહેતા…ના ચાહકો માટે ગુડન્યુઝ ! 6 વર્ષ બાદ શોમાં પરત ફરશે દયાબેન, નક્કી થઇ ગઇ દયાભાભીની વાપસી !

Asit Modi announced Disha will soon be returning to show : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. આ સિટકોમે તાજેતરમાં જ ટીવી પર 15 વર્ષ પૂર્ણ કર્યા છે. આ શોનું દરેક પાત્ર દર્શકોના દિલમાં વસે છે. ખાસ કરીને ‘દયાબેન’નું કે જે આ શોનું સૌથી લોકપ્રિય પાત્ર રહ્યું છે. જો કે આ પાત્ર ઘણા વર્ષોથી શોમાંથી ગાયબ છે. હકીકતમાં, તારક મહેતામાં ‘દયાબેન’નું પાત્ર ભજવનાર ટીવી અભિનેત્રી દિશા વાકાણીએ સિટકોમમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો. ત્યારથી ચાહકો શોમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે એવું લાગે છે કે તારક મહેતામાં ‘દયાબેન’ને ફરીથી જોવાની ચાહકોની ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.

દિશા વાકાણી ઉર્ફે દયાબેનની તારક મહેતામાં પાછા ફરવાની પુષ્ટિ થઇ
પ્રખ્યાત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જનરેશન ગેપને દૂર કરવા માટે જાણીતો છે, અને પરિવારના તમામ સભ્યો તેને ખુશીથી એકસાથે જુએ છે. દર વર્ષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટારડમની નવી ઊંચાઈઓ પર પહોંચે છે અને શોના પંદર વર્ષ પૂરા થતાની સાથે જ શોના નિર્માતા અસિત મોદીએ પણ ચાહકોને ખૂબ જ ખાસ ભેટ આપી છે. હકીકતમાં, અસિત મોદીએ શોમાં દરેકની ફેવરિટ દિશા વાકાણીની વાપસીની પુષ્ટિ કરી છે. શોની સુંદર જર્નીનો રિકેપ એક ખાસ કાર્યક્રમમાં બતાવવામાં આવ્યો હતો, જે દરમિયાન અસિત મોદીએ દિશા વાકાણીના કમબેકની જાહેરાત કરી હતી.

અસિત મોદીએ દિશા વાકાણીના શોમાં પાછા ફરવાનું વચન આપ્યું
આ દરમિયાન અસિત મોદીએ કહ્યું કે એક કલાકાર જેને કોઈ ભૂલી શકતું નથી તે છે ‘દયાબેન’, જેનું પાત્ર દિશા વાકાણીએ ભજવ્યું છે. તેણે ખુલાસો કર્યો કે ચાહકો દિશાના શોમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પછી, તેણીએ વચન આપ્યું હતું કે તે ટૂંક સમયમાં શોમાં પરત ફરશે.જો કે દિશા વાકાણીના ટેલિવિઝન પર પાછા ફરવાના સમાચાર અને દાવા છ વર્ષથી ચાલી રહ્યા છે. પરંતુ આ વખતે ખુદ અસિત મોદીએ આ વાતની પુષ્ટિ કરી છે. આવી સ્થિતિમાં દયાબેનને ફરી એકવાર શોમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

દિશા વાકાણીનું અંગતજીવન
અસિત મોદીએ કહ્યું, ’15 વર્ષના આ સફરમાં દરેકને હાર્દિક અભિનંદન. તે એક એવી કલાકાર છે જેને આપણે ભૂલી શકતા નથી. તે કલાકાર છે દયા ભાભી એટલે કે દિશા વાકાણી. તેણે ચાહકોનું મનોરંજન કર્યું અને આપણને હસાવ્યા. ચાહકો તેના વાપસીની રાહ જોઈ રહ્યા છે અને હું તમને વચન પણ આપું છું કે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતામાં પાછી આવશે. જણાવી દઈએ કે દિશા વાકાણીએ 24 નવેમ્બર 2015ના રોજ બિઝનેસમેન મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. આ કપલે એરેન્જ મેરેજ કર્યા હતા. વર્ષ 2017માં બંનેના ઘરમાં પુત્રીનો જન્મ થયો અને આ પછી વર્ષ 2022માં દિશાએ તેના બીજા બાળક દીકરાનું આ દુનિયામાં સ્વાગત કર્યું.

Shah Jina