રોમેન્ટિક અંદાજમાં આદિત્ય રોય કપૂર સાથે સારા અલી ખાને કર્યુ રેંપ વોક, આંખોમાં આંખો નાખી આપ્યા એવા પોઝ કે અનન્યા પાંડેને થશે જલન

બાપ રે, સેફ અલી ખાનની લાડ્લીનું ફિગર તો જુઓ, જોરદાર હોટ લાગી રહી છે, બ્લાઉઝ પણ એવું પહેર્યું કે ઉતેજીત થઇ જશો

Sara Ali Khan and Aditya Roy Kapur set the ramp on fire : ઈન્ડિયન કોચર વીક 2023ની તસવીરો એક પછી એક સામે આવી રહી છે. આ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે રેમ્પ વોક કર્યું હતું. હાલમાં જ આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાને પણ આ ઈવેન્ટમાં સાથે રેમ્પ વોક કર્યું હતું. ત્યારે આ દરમિયાનના આદિત્ય અને સારાના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. સારા-આદિત્યએ ડિઝાઈનર શાંતનુ અને નિખિલના ડિઝાઈન કરેલા ડ્રેસ પહેરીને રેમ્પ વોક કર્યું હતું.

સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરે કર્યુ રેંપ વોક
સારા અને આદિત્યની તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સારા અલી ખાન ઈન્ડિયન કોચર વીક 2023 ઈવેન્ટમાં લહેંગા ચોલીમાં જોવા મળી હતી. સારા અલી ખાનનો આ ડ્રેસ લોકોને ઘણો પસંદ આવ્યો. આ ઈવેન્ટમાં આદિત્ય રોય કપૂર એથનિક લૂકમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. આદિત્ય અને સારાએ એકબીજાનો હાથ પકડી રેંપ વોક કર્યુ હતુ. આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાનની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ.

આંખોમાં આંખો નાખી આપ્યા રોમેન્ટિક પોઝ
તસવીરોમાં આદિત્ય અને સારા કિલર પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આદિત્ય અને એકબીજાની આંખોમાં જોઈને રોમેન્ટિક પોઝ આપતા પણ જોવા મળ્યા હતા. બંનેની આ સ્ટાઈલ ચાહકોના દિલ ચોરી રહી હતી. જ્યાં એક તરફ સારા અલી ખાનના ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ ટ્રોલર્સ સારા અલી ખાનના વોકની મજાક પણ ઉડાવી રહ્યા છે.

ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા
સારા અને આદિત્યના એક વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘તેઓ એકસાથે ખૂબ જ સુંદર લાગે છે’. બીજાએ લખ્યું, ‘કેટલું સુંદર કપલ’. અન્ય એકે લખ્યું, ‘ઓહ માય ગોડ આ કપલ ખૂબ જ હોટ છે’ જ્યારે સોશિયલ મીડિયા પર ઘણા લોકો અનન્યા પાંડેને યાદ કરવા લાગ્યા. તે કહે છે કે તે આદિત્ય અને અનન્યાને એકવાર રેમ્પ પર જોવા માંગે છે. લુકની વાત કરીએ તો, સારાએ ડીપ નેક ફ્લોન્ટ કરતી ચોલી અને આદિત્ય રોય કપૂરે હળવા ગુલાબી ટોન અને ક્રીમ રંગની શેરવાની પહેરી હતી.

આદિત્ય અને સારાની ફિલ્મ આવતા વર્ષે થશે રીલિઝ
આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન ટૂંક સમયમાં અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો ઇન દિનો’માં સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે માર્ચ 2024માં રિલીઝ થવાની છે. ફિલ્મમાં આદિત્ય, સારા ઉપરાંત અનુપમ ખેર, નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા, અલી ફઝલ અને ફાતિમા સના શેખ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. જણાવી દઇએ કે, આદિત્ય રોય કપૂર આજકાલ અનન્યા પાંડે સાથેના અફેરના સમાચારોને લઈને ખૂબ ચર્ચામાં છે.

આદિત્ય-સારાનું વર્કફ્રન્ટ
આ બંને સ્ટાર્સની સાથે મસ્તી કરતા ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેણે આ અફવાને વધુ હવા આપી કે બંને રિલેશનમાં છે. ઉલ્લેખનીય છે કે, આદિત્યની વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર 2’ તાજેતરમાં રિલીઝ થઈ હતી, જ્યારે સારાની ‘ઝરા હટકે ઝરા બચકે’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina