Vatsal Sheth Ishita Dutta On Parenting: ટીવી સ્ટાર કપલ ઈશિતા દત્તા અને વત્સલ સેઠ એવા કલાકારો છે, જેમણે પોતાનું કરિયર ટીવી શોથી કર્યું પણ સ્ટારડમ બોલિવૂડ સ્ટાર્સ જેવું છે. આ સાથે આ સ્ટાર કપલ બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનના ઓન-સ્ક્રીન પુત્ર-પુત્રીની ભૂમિકા ભજવીને પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. જણાવી દઈએ કે વત્સલ એ વર્ષ 2004માં અજય દેવગનની ફિલ્મ ટારઝનઃ ધ વન્ડર કારમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે અજયનો પુત્ર બન્યો હતો.
બેબીના આવ્યા બાદ રાતોની ઊંઘ થઇ હરામ
જ્યારે ઈશિતા દત્તાએ દ્રશ્યમ અને દ્રશ્યમ-2માં અજય દેવગનની પુત્રી બનીને ઘણી પ્રશંસા મેળવી હતી. વાસ્તવિક જીવનમાં અજય દેવગનનો ઓન-સ્ક્રીન પુત્ર અને પુત્રી ઇશિતા-વત્સલ પતિ-પત્ની છે અને બંને અવારનવાર તેમની લવ કેમિસ્ટ્રીને લઈને સમાચારોમાં પણ રહે છે. હાલમાં જ આ સ્ટાર કપલ માતા-પિતા બન્યા છે. ઈશિતાએ પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે એક પુત્રના જન્મ પછી, માતા-પિતા તરીકે દંપતીનું જીવન ઘણું બદલાઈ ગયું છે. વત્સલે આ અંગે એક વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે જણાવ્યું કે કેવી રીતે તેની રાતોની ઊંઘ હરામ થઇ ગઇ છે.
રાત્રે 3 વાગ્યે બેબીને સુવડાવતું જોવા મળ્યુ કપલ
વત્સલે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પત્ની ઈશિતા અને પુત્રનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો રાત્રે ત્રણ વાગ્યે તેણે શેર કર્યો હતો અને આ વિડિયોને કેપ્શન આપ્યું હકુ, “ટુ ગેટ સ્લીપલેસ નાઈટ્સ (ચીયર્સ).” આ વીડિયોમાં ઈશિતા બેડ પર બેઠેલી તેના રડતા પુત્રને શાંત કરવાનો પ્રયાસ કરતી અને સુવડાવવાની કોશિશ કરતી જોવા મળે છે. જ્યારે વત્સલ તેને બેડ પર સૂતી વખતે કેમેરામાં કેદ કરી રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે વત્સલ તેના પુત્રને કારણે ઉંઘી શકતો નથી.
લગ્નના 6 વર્ષ બાદ કપલના ઘરમાં ગુંજી છે કિલકારી
કપલના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાય છે. ત્યારે આ વીડિયો પર ચાહકો સાથે સાથે ઘણા સેલેબ્સે પણ કોમેન્ટ કરી છે. જણાવી દઈએ કે, કપલના લગ્નના 6 વર્ષ બાદ તેમના ઘરમાં કિલકારી ગુંજી છે. દંપતીએ 6 જુલાઈના રોજ તેમના પુત્રનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતુ. જો આ કપલની લવસ્ટોરીની વાત કરીએ તો બંને ટીવી શો ‘રિશ્તોં કા સૌદાગર-બાઝીગર’ના સેટ પર મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. બાદમાં તેઓએ 2017માં લગ્ન કરી લીધા હતા.
View this post on Instagram