બિપાશાએ પકિ કરણ અને દીકરી દેવી સાથે માણ્યુ ગોવામાં યાદગાર વેકેશન, વીડિયોમાં બતાવી ઝલક

બિપાશા બસુએ બતાની તેના ગોવા વેકેશનની યાદગાર ઝલક, દીકરી દેવી સાથે એન્જોય કરતુ જોવા મળ્યુ કપલ

Bipasha Basu Shares Glimpse of Goa Vacation : જ્યારથી બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુએ તેની પુત્રી દેવીનું સ્વાગત કર્યું છે, ત્યારથી તેનું જીવન સંપૂર્ણપણે તેની આસપાસ ફરે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર વિડિયો શેર કર્યો, જેમાં ગોવા વેકેશનની ઝલક દર્શાવવામાં આવી છે. આ વીડિયો ખરેખર સુંદર છે.

બિપાશાએ ગોવા વેકેશનોન વીડિયો કર્યો શેર
31 જુલાઇએ બિપાશાએ આ વીડિયો શેર કર્યો હતો, જેમાં તેની કેટલીક શ્રેષ્ઠ યાદો શામેલ છે. આ વીડિયોમાં બિપાશા તેના પતિ કરણ સિંહ ગ્રોવર અને પુત્રી દેવી સાથે મસ્તી કરતી જોઈ શકાય છે. વિડિયો શેર કરતાં બિપાશાએ લખ્યું કે, “બસ અમે ત્રણ અને અમારો અદ્ભુત રોમાંચ. આ ચોમાસામાં ગોવા ખૂબ જ સુંદર હતું.”

દીકરી સાથે મસ્તી કરતુ જોવા મળ્યુ કપલ
વિડિયોની શરૂઆત કરણ, બિપાશા અને દેવીના હોટેલ પહોંચતા અને તેમના હોટલના સ્યુટમાં તપાસ કરતા શરૂ થાય છે, જેમાં એક લિવિંગ રૂમ, બેડ સાથેનો મોટો બેડરૂમ અને એક બાલકની છે અને પ્રાઈવેટ સ્વિમિંગ પૂલ પણ છે. વીડિયોમાં અભિનેત્રી અલગ-અલગ રંગના કફ્તાન ડ્રેસમાં જોવા મળી રહી છે.

ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા
વીડિયોમાં કપલ અને તેમીન દીકરી જોવા મળે છે. તેઓ મસ્તીના મૂડમાં ગોવા પહોંચ્યા અને આ દરમિયાન કરણ સિંહ ગ્રોવર તેની દીકરીને પ્રેમ કરતો અને તેને હવામાં ઉછાળતી વખતે મજા કરતો જોવા મળે છે. બિપાશા બાસુ પણ દેવીને પ્રેમ કરે છે. વીડિયો શેર કર્યા બાદ બંનેના ચાહકો આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. એકે લખ્યું, “બહુ જ ક્યૂટ.” બીજાએ લખ્યુ “હેપ્પી ફેમિલી.”

બિપાશા-કરણનું વર્કફ્રન્ટ
અન્ય એકે ​​કહ્યું, “દેવી, સરસ નામ.” જણાવી દઈએ કે બિપાશા અને કરણે લગ્નના લગભગ 6 વર્ષ પછી દીકરી દેવીનું સ્વાગત કર્યુ હતું. કપલના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, બિપાશા હાલમાં ફિલ્મોથી દૂર છે અને પોતાનો બધો સમય દેવી સાથે વિતાવી રહી છે. કરણ આગામી સમયમાં સિદ્ધાર્થ આનંદની ‘ફાઇટર’માં જોવા મળશે. જેમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

Shah Jina