મોનોકિની પહેરી કિયારા અડવાણીએ સમુદ્રમાં લગાવી ડૂબકી, પતિ સિદ્ધાર્થ સાથે રોમેન્ટિક અંદાજમાં મનાવ્યો બર્થ ડે…જુઓ વીડિયો

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આવી રીતે બર્થ ડે એન્જોય કરતી જોવા મળી કિયારા અડવાણી, મોનોકિની પહેરી માછલીની જેમ લગાવી પાણીમાં ડૂબકી

Kiara Advani Birthday With Husband Siddharth: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ હાલમાં જ પોતાનો 31મો જન્મદિવસ ઉજવ્યો. ત્યારે કપલના ચાહકો એ જાણવા માટે ઉત્સુક હતા કે કિયારા અને તેનો અભિનેતા પતિ સિદ્ધાર્થ ક્વોલિટી ટાઈમ ક્યાં વિતાવી રહ્યા છે. ત્યારે કિયારાએ હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના પતિ સાથે ચિલ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં કિયારા અને સિદ્ધાર્થ પાણીમાં કૂદતા જોવા મળે છે અને પછી બંને પાણીમાં એન્જોય કરી રહ્યાં છે.

કિયારાએ સેલિબ્રેટ કર્યો લગ્ન બાદ પોતાનો પહેલો બર્થ ડે
કિયારા અડવાણીએ તેના બર્થ ડે પર ઇન્સ્ટાગ્રામ પર આ ખાસ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કિયારા તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દરિયાના પાણીમાં એન્જોય કરતી જોવા મળી હતી. બંને પાણીમાં કૂદતા અને સ્વિમિંગ કરતા જોવા મળે છે. વીડિયોમાં સિદ્ધાર્થ લાલ હોટ બોક્સરમાં જ્યારે કિયારા બ્લેક એન્ડ વ્હાઇટ ડોટ મોનોકિનીમાં જોવા મળી રહી છે. વીડિયોમાં કિયારા ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે. કિયારાએ તેના જન્મદિવસના ખાસ અવસર પર શેર કરેલ વીડિયો ક્યાંનો છે, તેનો અભિનેત્રીએ ખુલાસો કર્યો નથી.

પાણીમાં લગાવી ડૂબકી
પણ કિયારા અને સિદ્ધાર્થને એક ખૂબ જ સરસ લોકેશન પર સાથે મસ્તી કરતા જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. આ વીડિયો પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કિયારાએ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું- ‘મને જન્મદિવસની શુભેચ્છા. દરરોજ ધન્ય અને આભારી. નેહા ધૂપિયા, શ્રદ્ધા કપૂરથી લઈને મનીષ મલ્હોત્રા સુધીના સ્ટાર્સે કિયારાને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રેમાળ અને ક્યુટ કપલ્સમાંથી એક છે.

સિદ-કિયારાની લવ સ્ટોરી
કિયારા અને સિદની દરેક એક્ટિવિટી વિશે જાણવા માટે તેમના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત રહેતા હોય છે. ત્યારે આવી સ્થિતિમાં આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. કપલની વાત કરીએ તો, તેમની લવ સ્ટોરી ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર શરૂ થઈ હતી, પરંતુ અભિનેત્રી સિદ્ધાર્થને પહેલાથી જ ઓળખતી હતી. કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની પહેલી મુલાકાત ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ’ની રેપ અપ પાર્ટી દરમિયાન થઈ હતી. જ્યાં બંનેએ આ પાર્ટીને ક્રેશ કરી હતી.

કિયારા અડવાણી વર્કફ્રન્ટ
આ પછી બંનેને શેરશાહ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યા અને બસ પછી શું શૂટિંગ દરમિયાન બંનેની મુલાકાત શરૂ થઈ અને આ મુલાકાત પ્રેમમાં બદલાઈ. જે બાદ કપલે આ વર્ષે લગ્ન કરી લીધા. ત્યારે આવી સ્થિતિમાં કપલ તેમના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યું છે. કિયારા અડવાણીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે તાજેતરમાં ‘સત્યપ્રેમ કી કથા’માં કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી. હવે ટૂંક સમયમાં કિયારા રામ ચરણ સાથે સાઉથ ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina