બિગબોસ ફેમ રાહુલ મહાજને 18 વર્ષ નાની વિદેશી મોડલ સાથે કર્યા હતા લગ્ન, હવે લઇ રહ્યો છે છૂટાછેડા

લગ્નના 5 વર્ષ બાદ ત્રીજી પત્ની સાથે પણ છૂટાછેડા લઇ રહ્યો છે રાહુલ મહાજન ? રૂપરૂપનો અંબાર અને હોટ ફિગર વાળી વિદેશી બૈરી છે, જુઓ ક્યૂટ PHOTOS

Rahul Mahajan Divorce Natalya: બિગ બોસ ફેમ રાહુલ મહાજન ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં અહેવાલો અનુસાર, અભિનેતાના લગ્ન ફરી એકવાર તૂટી રહ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રાહુલ મહાજન અને તેની પત્ની અને કઝાકિસ્તાની મોડલ નતાલ્યા ઇલિના છૂટાછેડા લઈ રહ્યા છે. રાહુલ મહાજન અને નતાલ્યા ચાર-પાંચ વર્ષ સુધી વિવાહિત જીવન જીવ્યા અને ગયા વર્ષે દંપતીએ છૂટાછેડા માટે અરજી કરી હતી.

અહેવાલ મુજબ, શરૂઆતથી જ બંને વચ્ચે સુસંગતતાના મુદ્દા હતા. જો કે, તેઓએ તેમના લગ્નને શક્ય તેટલું ખેંચી લીધું. જો કે, ગયા વર્ષે તેઓ અલગ થયા અને છૂટાછેડા માટે અરજી કરી.” બંનેએ ગયા વર્ષે પેપરવર્ક ફાઇલ કર્યું હતું, જોકે એ સ્પષ્ટ નથી કે દંપતીના છૂટાછેડા નક્કી થઈ ગયા છે કે હજુ પ્રોસેસ ચાલુ છે.

રાહુલ મહાજનનું લગ્નજીવન ખરાબ રહ્યુ
જણાવી દઈએ કે નતાલ્યા રાહુલની ત્રીજી પત્ની હતી. આ પહેલા તેણે 2006-2008 દરમિયાન શ્વેતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં રાહલે ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા. ડિમ્પી અને રાહુલની મુલાકાત મેટ્રિમોનિયલ રિયાલિટી શો ‘રાહુલ દુલ્હનિયા લે જાયેગા’માં થઈ હતી. ડિમ્પી અને રાહુલે 2010માં લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્નજીવનમાં ઘણો મતભેદ થયો અને આખરે 2015માં બંને અલગ થઈ ગયા. આ પછી રાહુલે કઝાકિસ્તાની મોડલ નતાલ્યા સાથે લગ્ન કર્યા, પરંતુ હવે અહેવાલો આવી રહ્યા છે કે તેના ત્રીજા લગ્ન પણ તૂટી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, રાહુલના એક નજીકના મિત્રએ જણાવ્યું કે ત્રીજા તલાક બાદ રાહુલની તબિયત સારી નથી. તે કહે છે, “છૂટાછેડા પછી તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. હવે તે ઠીક છે. તે જીવનમાં પાછો આવી રહ્યો છે. ગયા વર્ષે તેની તબિયત સારી નહોતી. હવે તેને પ્રેમ મળવાની આશા છે. બીજી તરફ, અહેવાલો અનુસાર, જ્યારે આ અંગે રાહુલ મહાજનનો સંપર્ક કરવામાં આવ્યો, તો તેણે ન તો અહેવાલને નકારી કાઢ્યો અને ન તો તેની પુષ્ટિ કરી.

રાહુલે કહ્યુ- અંગત જીવનને પ્રાઇવેટ રાખવા માગુ છુ
તેણે કહ્યું, “હું મારા અંગત જીવનને ખાનગી રાખવા માંગુ છું. હું કોઈ પણ વાત પર ટિપ્પણી કરવાનું પસંદ નહીં કરું. હું મારા અંગત જીવનમાં શું થઈ રહ્યું છે તેની મારા મિત્રો સાથે ચર્ચા પણ નથી કરતો.” જ્યારે નતાલ્યાએ પણ આ સમાચાર પર કોઈ ટિપ્પણી કરી નથી. તમને જણાવી દઈએ કે રાહુલ વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસની ઘણી સીઝનમાં દેખાયો છે અને છેલ્લી વખત નતાલ્યા સાથે તે સ્માર્ટ જોડીમાં જોવા મળ્યો હતો.

Shah Jina