ખબર

લગ્નના 15 વર્ષ સુધી માતા-પિતા ના બનનાર દંપતિએ ગાયના વાછરડાને જ બનાવી લીધો પોતાનો દીકરો

લગ્ન બાદ દરેક દંપત્તિની ઈચ્છા હોય છે કે તે માતા-પિતા બને. એક સ્ત્રી માટે તો ખાસ માતા બનવાનું સૌભાગ્ય જ ખુબ જ રૂડું હોય છે, પરંતુ કેટલાક કારણો સર કેટલાક દંપત્તિઓ માતા-પિતા નથી બની શકતા, જો કે હાલમાં એવી ટેક્નોલોજી ઉપલબ્ધ છે જેના દ્વારા માતા-પિતા બનવાનું સૌભાગ્ય મળી શકે છે, પરંતુ તેની પાછળનો ખર્ચ એક ગરીબ અને મધ્યમવર્ગને પોસાય તેવો નથી નથી, જેના કારણે ઘણા લોકો બાળકોને દત્તક લેવાનું પણ પસંદ કરે છે.

પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સૌ કોઈને હેરાન કરી દેનારો છે. ઉત્તર પ્રદેશના ખેડૂત વિજયપાલ અને પત્ની રાજેશ્વરી દેવીના લગ્નને 15 વર્ષ વીત્યા હોવા છતાં પણ તેમના ખોળે ઈશ્વરે કોઈ સંતાન આપ્યું નહોતું. તેવામાં આ દંપતીએ ગાયના વાછરડાને જ દત્તક લેવાનું નક્કી કરી લીધું. તેમને પોતાના આ દત્તક લીધેલા દીકરાનું નામ “લલતૂ બાબા” રાખ્યું છે.

Image Source

વાછરડાને દત્તક લેવાની સાથે જ તેમને પોતાના આ દીકરાના મુંડનનો પ્રસંગ પણ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો જેમાં તેમને 500 કરતા પણ વધારે લોકોને આમંત્રણ આપ્યું હતું. આ દંપત્તિએ ગોમતી નગર તટના લલતૂ ઘાટ ઉપર વાછડાને લઇ જઈને ત્યાં તેનું મુંડન કરાવ્યું.

પોતાના પેરેન્ટ્સના નિધન બાદથી જ વિજયપાલ પોતાના શાહજહાંપુર સ્થિત ઘરમાં એકલતા અનુભવી રહ્યા હતા. તેમની બે નાની બહેનોના પણ લગ્ન થઇ ચુક્યા હતા. વિજયપાલે કહ્યું કે તે ગાયની ખુબ જ નજીક રહે છે.

આ વાછડાંની માને તેમના પિતા લાવ્યા હતા. જ્યારે ગાયનું મૃત્યુ થઇ ગયું ત્યારે વાછરડું એકલું થઇ ગયું. એટલા માટે તેમને આ વાછરડાને જ દત્તક લેવાનું નક્કી કરી લીધું. તેમનું કહેવું છે કે જયારે આપણે ગાયને માતા માની શકીએ તો વાછરડાને આપણો દીકરો કેમ ના માની શકીએ.”