ફિલ્મી દુનિયા

આ અભિનેતાએ પ્રિયંકાનો ભાંડો ફોડ્યો, કહ્યું- પ્રિયંકા અને નિક સેટ પર સ્પેશિયલ રૂમ બનાવીને બન્ને…

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડી હંમેશા ચર્ચામાં રહી છે. પહેલા આ બન્નેના લગ્નને લઈને ચર્ચા કરવામાં આવતી હતી. હવે તેના રોમાન્સની ચર્ચા કરવામાં આવે છે.આજકાલ હવે બન્નેનો રોમાન્સ દરરોજ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ચર્ચામાં રહે છે. જોકે પ્રિયંકાના લગ્નની અનેક કહાની અત્યાર સુધી સાંભળવા મળી છે. હવે હવે ખુદ પ્રિયંકાએ નિક સાથેના પ્રેમની અસલ કહાની પરથી પડદો ઉચક્યો છે.

થોડા સમય પહેલા પ્રિયંકાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે તેના પ્રેમને એક નવું નામ આપવા માંગે છે, મતલબ કે તે જલ્દી જ મા બનવા માંગે છે. હવે ખબર તો એ પણ મળી રહી છે કે, ફરહાન અખ્તરે એક ખાસ મુલાકાતમાં પ્રિયંકા અને નિકના પ્રેમ, ઇશ્ક-મોહબબત અને લગ્નને લઈને ઘણા ખુલાસા કર્યા હતા.

પ્રિયંકાના લગ્નને લઈને તો ઘણી ખબરો આવી હતી કે, પ્રિયંકાએ લગ્ન માટે થઈને ‘ભારત’ ફિલ્મ છોડી દીધી હતી. પરંતુ તેના 2 દિવસ બાદ જ પ્રિયંકાએ શોનાલી બોસની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ની જાહેરાત કરી હતી. પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જયારે તેને ‘ધ સ્કાય ઇઝ પિંક’ સાઈન કરી હતી ત્યારે તે આ ફિલ્મના સિલસિલામાં ડાયરેક્ટર સોનાલી બોસને મળી હતી. ત્યારે તેનો નિક સાથે લગ્નનો કોઈ ઈરાદો ના હતો. તે અને નિક નિકટના દોસ્ત જ હતા. તે સમયે બન્ને ડેટિંગ નહોતા કરી રહ્યા.

પ્રિયંકાએ આગળ જણાવ્યું હતું કે, તેના અને નિકના પ્રેમની શરૂઆત આ ફિલ્મની શરૂઆતથી જ થઇ હતી. જયારે આ ફિલ્મનું શૂટિંગ અડધું થયું ત્યારે તેને લગ્નનો ફેંસલો લીધો હતો. આ પહેલા નિક ક્યાંય પિક્ચરમાં જ ના હતો. એક ઇન્ટરવ્યૂમાં ફરહાન અખ્તરને પ્રિયંકાના રોમાન્સનું પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું હતું કે, પ્રિયંકા અને નિકના રોમાન્સની શરૂઆત આ સેટ પરથી જ થઇ હતી.આ સેટ પર પ્રિયંકાના કારણે જ રોમેન્ટિક માહોલ રહ્યો હતો.

આ વાત પર હસતા-હસતા પ્રિયંકા એ કહ્યું હતું કે, હું તો રોમાન્સથી ગુલાબી થઇ ગઈ હતી.ત્યારે પ્રિયંકાની મજાક કરતા ફરહાન અખ્તરે કહ્યું હતું કે., અમારા સેટ પર એકે સ્પેશિયલ રૂમ હતો જે ખાસ કરીને પ્રિયંકા માટે જ બનાવવામાં આવ્યો હતો.

આ રૂમમાંથી પ્રિયંકા નિક સાથે ફોન પર વાત કરતી હતી સાથે જ લગ્નની તૈયારીઓને લઈને પણ આ જ રૂમમાંથી વાત થતી હતી. આ દરમિયાન ઘણીવાર નિક પ્રિયંકાને સેટ પર પણ મળવા આવ્યો હતો. પ્રિયંકાએ ફરહાનની મજાક કરતા કહ્યું હતું કે, ફરહાન ખુદ બાળપણથી જ રોમાન્સ મામલે ફિમી રહ્યો છે.

પરંતુ ફરહાન આ મામલે છુપા રુસ્તમ છે. પ્રિયંકા આગળ વાત કરતા જણાવે છે કે તમને લાગશે કે ફરહાન રોમેન્ટિક નથી પરંતુ ફરહાન શૂટિંગ પૂરું થયાબાદ જયારે પેકઅપ કરીને બહાર નીકળે છે ત્યારે જ ફરહાનનો ફિલ્મી રોમેન્ટિક અંદાજ જોઈ શકાય છે કે ફરહાન કેટલો રોમેન્ટિક છે.

પ્રિયંકાની આ ફિલ્મ સાથેની સફર લગ્નમાં બદલાઈ ગઈ હતી.પરંતુ પ્રિયંકા અને ફરહાનની રીલ લાઈફ લવ સ્ટોરી દર્શકને બોક્સઓફિસ પર ખેંચવા માટે કામયાબ રહે છે કે નહીં તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.