મનોરંજન

સારા અલી ખાનને જીમની બહાર ફૈનએ એવો કાંડ કર્યો કે VIDEO જોઈને હોંશ ઉડી જશે

અભિનેત્રી સારા અલી ખાન ફેમસ સ્ટાર કિડ માની એક છે. મીડિયાના કેમરા પણ હંમેશા તેની તસ્વીરો લેવા માટે ઉતાવળા રહે છે. સારા હંમેશા મીડિયાને સુંદર પોઝ આપે છે અને પોતાના ચાહનારો સાથે પણ ખુશ મિજાજમાં સેલ્ફી આપે છે.

Image Source

પોતાની ફિટનેસનું ધ્યાન રાખતી સારાને તાજેતરમાં પોતાના જીમની બહાર જોવામાં આવી હતી. તેને જોતા જ મીડિયા અને તેના ચાહકોની ભીડ જામ થઇ ગઈ હતી. આ સમયે સારાએ સફેદ ટોપ અને કાળા રંગનું શોર્ટ્સ પહેરી રાખ્યું હતું જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

આ સમયે  તેના ઘણા ચાહકોએ તેની સાથે તસ્વીરો લેવાની વિનંતી પણ કરી હતી અને સારાએ ખુબ વિનમ્રતાથી તસ્વીરો લીધી હતી. આ સમયે એક એવી ઘટના પણ બની કે જેનાથી સારા પણ હેરાનીમા આવી ગઈ હતી.

Image Source

આ સમયે એક ચાહકે સારા સાથે હાથ મિલાવ્યો અને તેના હાથને ચૂમવાની કોશિશ પણ કરી હતી. સારા આ જોઈને ખુબ જ ચોંકી ગઈ હતી ત્યારે બોડીગાર્ડે આવીને આ વ્યક્તિને ત્યાંથી દૂર કર્યો અને સારા પોતાની ગાડીમાં જઇને બેસી ગઈ. જો કે આ પુરી ઘટનાના સમયે હંમેશાની જેમ સારા અલી ખાન ખુશ મિજાજામાં જોવા મળી હતી.

Image Source

જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા જ સારા માલદીવ વેકેશનમાંથી પાછી આવી છે. વકેશનની ઘણી તસ્વીરો અને વિડીયો સારાએ પોતાના એકાઉન્ટ પર પણ શેર કર્યા હતા. સારાના બિકની અવતારે તો હલ્લો જ મચાવી દીધો હતો. સારાંની દરેક તસવીરો દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીયે તો સારા જલ્દી જ ફિલ્મ કુલી નંબર-1 માં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે વરુન ધવન પણ જોવા મળશે. નિર્દેશન ડેવિડ ઘવને આ ફિલ્મનો પહેલો ભાગ ગોવિંદા અને કરિશ્મા કપૂર સાથે બનાવ્યો હતો.

Image Source

તેના સિવાય સારા અલી ખાન ફિલ્મ ‘લવ આજ કલ-2’ માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા કાર્તિક આર્યન પણ મુખ્ય ભૂમિકામાં હશે.

જુઓ સારા અલી ખાનનો ફૈન દ્વારા હાથમાં ચુંબન કરતો વિડીયો…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ