ખેલ જગત દિલધડક સ્ટોરી

આ છે ભારતના એવા 7 ક્રિકેટર્સ જેમણે મહેનત કરીને દૂર કરી પોતાની ગરીબી, જાણો તેમની આ પ્રેરણાદાયક વાત

ક્યારેક ગરીબીમાં વીત્યું બાળપણ, સર જાડેજાને PM મોદી પણ કહે છે ‘સર’ – આજે વાંચો રવિન્દ્ર જાડેજાની સ્પેશિયલ સ્ટોરી

આજે વાત કરીશું એવા ક્રિકેટર્સ વિશે જેઓ ગરીબ ઘરથી છે પરંતુ તેઓની મહેનતને કારણે આજે દુનિયા તેમને ઓળખે છે અને તેમને પોતાના કૌશલ્યથી ન ફક્ત દેશનું નામ રોશન કર્યું છે, પરંતુ પોતાના પરિવારની પણ ખૂબ જ મદદ કરી છે. આવા જ લોકો માટે કહેવામાં આવે છે કે મહેનત કરને વાલો કી કભી હાર નહિ હોતી. આજે એવા જ ક્રિકેટર્સ વિશે વાત કરીશું કે જેઓએ પોતાની મહેનતથી પોતાની ગરીબી દૂર કરી અને કયાંથી ક્યાં પહોંચી ગયા છે.

Image Source

ઉમેશ યાદવ નાગપુરના રહેવાસી ઉમેશ યાદવએ 12માં ધોરણ પછી પોતાના ઘરને ચલાવવા માટે પોતાના પિતા સાથે મજૂરી કરવા માટે જવું પડતું હતું. પણ તેમ છતાં તેઓ એક ક્રિકેટર બનવાનું સપનું જોતા હતા અને તેઓ જયારે કામ કરતા હતા ત્યારે પોતાની રમતમાં ઘણો સુધારો કર્યો અને હવે આખો દેશ તેને ઓળખે છે.

Image Source

પઠાણ બંધુ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ પોતાના પિતા સાથે એક મસ્જિદની દેખરેખનું કામ કરતા હતા. આ કામની સાથે સાથે તેઓ પોતાની ક્રિકેટ પ્રેક્ટિસ પણ કરતા હતા. તેઓ એક દિવસ પણ મહેનત કરવાનું નથી ચુક્યા અને આ જ કારણે આજે તે બંને આટલા મોટા ક્રિકેટ સ્ટાર બની ચુક્યા છે.

Image Source

કામરાન ખાન કામરાન ખાને એ દિવસો પણ જોયા છે જે ઉપરવાળો કોઈને ના બતાવે. તેમને ઘણા દિવસો રેલવે સ્ટેશન પર ઉંઘીને વિતાવ્યા છે. તેમની માની મોત પણ એ જ કારણે થઇ હતી કે તેમની પાસે ઈલાજ કરાવવાના પૈસા ન હતા, પરંતુ જયારે રાજસ્થાન રોયલ્સે તેમને 5 લાખ રૂપિયામાં ખરીદ્યા ત્યાર પછી તેમના દિવસો બદલાઈ ગયા.

Image Source

મનોજ તિવારી મનોજ તિવારીએ પોતાનો સંપૂર્ણ સમય ક્રિકેટને આપ્યો છે. તેઓએ ક્રિકેટની સાથે સાથે તેલવે સ્ટેશન પર કામ પણ કર્યું છે. તેમના પરિવાર પાસે એટલા પૈસા ન હતા કે તેમને ક્રિકેટ ક્લબ જોઈન કરાવી શકે. તેમના ભાઈએ લોન લઈને મનોજને ક્રિકેટ એકેડમી જોઈન કરાવી હતી. આજે તેઓ શાનદાર ક્રિકેટર છે.

Image Source

ભુવનેશ્વર કુમાર ભુવનેશ્વર કુમાર ભારતના એક ખૂબ જ શાનદાર ફાસ્ટ બોલર છે. તેઓ આજે આલહી દુનિયામાં ઓળખાય છે પરંતુ તેઓ પહેલા આટલા મોટા સ્ટાર ન હતા. તેમની પાસે પહેરવાના જૂત્તા પણ ન હતા. પરંતુ પોતાના ટેલેન્ટના દમ પર તેઓએ પોતાનું નસીબ બદલી નાખ્યું.

Image Source

રવિન્દ્ર જાડેજા રવિન્દ્ર જાડેજા જે દુનિયાના સૌથી શાનદાર ઓલરાઉન્ડરમાંથી એક છે, તેઓ આજે જે પણ કઈ છે એ પોતાની મહેનતના દમ પર છે. તેઓએ આ સ્થાન પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. જો તમારામાં ટેલેન્ટ હોય તો તમે કઈ પણ કરી શકો છો. અને જાડેજાએ પણ પોતાની રમતના જ કારણે ખૂબ જ નામ કમાયું છે.

સર રવિન્દ્ર જાડેજાના પિતા એક પ્રાઈવેટ કંપનીમાં ગાર્ડ હતા અને તે દીકરાને એક આર્મી ઓફિસર બનાવવા માંગતા હતા પણ ક્રિકેટ તરફ રવિન્દ્રનો લગાવ અને ટેલેન્ટ વધુ હતું અને મા લતાની પણ ઇચ્છા હતી કે તમનો દીકરો ક્રિકેટર બને.

2002માં સરે પહેલીવાર સૌરાષ્ટ્ર તરફથી અન્ડર-14માં મહારાષ્ટ્રની વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા જ્યાં તેમણે ધમાકેદાર પ્રદર્શનક કર્યું અને 87 રન માર્યા હતા અને સાથે જ 4 વિકેટ પણ ઝડપી. જાડેજાનાં આ પ્રદર્શનને જોતા તેમને અન્ડર-19માં જગ્યા મળી ગઈ અને આ જ ફોરમેટમાં તેમણે પોતાના કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી. સરને ભણવા-લખવાનો પણ શોખ હતો પણ સમય ન હોવાના કારણે તે પોતાની ગ્રેજ્યુએશન પૂરી કરી શક્યા નહીં અને 17 એપ્રિલ 2016ના દિવસે તે રિવાબા સાથે લગ્નસંભંધમાં બંધાયા.

Image Source

મુનાફ પટેલ મુનાફ પટેલ ભારતના એક ખૂબ જ શાનદાર બોલર રહી ચુક્યા છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો તેમના જીવન વિશે જાણતા હશે. જયારે તેઓ એક મોટા ક્રિકેટર ન હતા ત્યારે પોતાનું ઘર ચલાવવા માટે મજૂરી કરવી પડતી હતી.પરંતુ આ કામની સાથે સાથે તેઓ ક્રિકેટની પ્રેક્ટિસ પણ કરતા હતા. જેના પછી તેમને સફળતા મળી અને તેઓ ભારત તરફથી રમવાનો મોકો મળ્યો. અત્યારે એમને દેશનું નામ રોશન કરવાની સાથે સાથે પોતાના પરિવારની ગરીબી પણ દૂર કરી છે.