એક સમયે રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી મહિલા રાનુ મંડલને આજે પૂરો દેશ ઓળખવા લાગ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી રાતોરાત ફેમસ થનારી રાનુ મંડલે પોતાના મધુર અવાજથી દરેક કોઈનું દિલ જીતી લીધું છે.

જણાવી દઈએ કે રાનુ મંડલે લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નાગમાં હૈં’ ગાયું હતું અને તેનો વિડીયો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ ગયો હતો. જેના પછી રાનુ મંડલને હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મ માટે ગીત ગાવાનો મૌકો આપ્યો હતો.
એવામાં રાનુ મંડલે હિમેશ રેશમિયા સાથેનું ત્રીજુ ગીત ‘આશિકી મૈં તેરી’ પણ રેકોર્ડ થઇ ચૂક્યું છે. તેનો વિડીયો પણ ખુબ વાઇલર થઇ રહ્યો છે અને દર્શકો દ્વારા તેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

એવામાં રાનુ મંડલની એક એવી તસ્વીર મીડિયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં તે લતા મંગેશકરજીની સાથે જોવા મળી રહી છે. આ તસ્વીર પછી એ સવાલો ઉઠી રહ્યા છે કે હિમેશ પછી હવે રાનુ દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરજીની સાથે ગીત ગાવાનો મૌકો મળી રહ્યો છે કે પછી બંન્નેએ એકસાથે ગીત રેકોર્ડ કર્યું છે. પણ હકીકતે આવું કઈ જ નથી.

આ તસ્વીરને એક ફોટોશોપની મદદ દ્વારા એડિટ કરવામાં આવેલી છે. જેમાં ગાયિકા આશા ભોંસલેની જગ્યા પર રાનુ મંડલના ચેહરાને લગાવી દેવામાં આવ્યો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks