ખબર

ડ્રાઇવિંગ લાયસન્સ, PUC જેવા દસ્તાવેજોની માન્યતા પૂરી થઈ ગઈ હોય તો આ સમાચાર જરૂરથી વાંચજો

લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા મોટર વાહન અધિનિયમ અને કેન્દ્રીય મૉટર વાહન નિયમ હેઠળ ફેરફાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે મોટર વાહનના દસ્તાવેજોની માન્યતા સમાપ્ત થઈ ગઈ હોય તો પરમિટ, પીયુસી, ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી જેમ કોઈપણ અન્ય સંબંધિત દસ્તાવેજો કે જેની માન્યતા સમાપ્ત થઈ ગયા છે.

મંત્રાલયે જાહેર કરેલી અગાઉની સમય મર્યાદા 31 મે કરી હતી, જે બાદમાં 30 જૂન અને હવે 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, કોરોનામાં કટોકટીની સ્થિતિ હજી પણ ચાલુ છે. તેથી, આ મુદ્દત વધારવામાં આવી રહી છે.

સંકટને લીધે વાહનોના ફિટનેસ સર્ટીફિકેટ, પરમિટ, ડ્રાઈવિંગ લાઈસન્સ તથા રજિસ્ટ્રેશનની મુદત 30 જૂન સુધી વધારી હતી. આ છૂટ એવા વાહનોને મળી હતી કે, જેની માન્યતા 1લી ફેબ્રુઆરી 2020થી 31 મે વચ્ચે પૂરી થતી હતી. સરકારે તમામ એજન્સીઓને તાકીદ કરી હતી કે આ મુદતનો અંત આવ્યા બાદ પણ તેઓ 30 જૂન સુધી તમામ દસ્તાવેજોને માન્ય રાખે અને હવે મુદત 30 સપ્ટેમ્બર સુધી કરી છે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ સંદર્ભે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લઈને આ જાહેરાત કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.