ખબર

એક્ઝિટ પોલના મત મુજબ આવશે તો…? અહીં જાણી લો એક્ઝિટ પોલનું જનરલ નોલેજ

૧૭મી લોકસભા માટેનું લાગલગાટ બે મહિના ચાલેલ સાત ચરણનું મતદાન આખરે પૂર્ણ થયું. પરિણામ આડે હવે એક આંગળીના વેઢા પણ વધી પડે એટલા જ દિવસો રહ્યા છે, ત્યારે વિવિધ ન્યૂઝ ચેનલોએ દરવખતની જેમ ‘એક્ઝિટ પોલ’ જારી કર્યા છે. આજે આ એક્ઝિટ પોલ વિશે જ સીધી ને સટ વાત કરવી છે.

Image Source

શું કહે છે આ વખતના એક્ઝિટ પોલ? –

ભારતભરની ઘણી પ્રખ્યાત ન્યૂઝ ચેનલોએ એક્ઝિટ પોલ જારી કરીને કોની સરકાર બનશે તેની સંભાવના દર્શાવી છે. આપણે જો કે, કઈ ન્યૂઝ ચેનલે કઈ પાર્ટીને કેટલા વોટ મળશે એની ધારણા બાંધી છે એ બાબતમાં નથી પડવું. કેમ કે, દરેક ન્યૂઝ ચેનલે કેવી સંભાવના દર્શાવી છે એ જાણીને કશું કાઢી લીધાં જેવું હોય પણ નહી.

પણ હા, લગભગ બધી જ ન્યૂઝ ચેનલોએ બહાર પાડેલ એક્ઝિટ પોલમાં આ વખતે પણ ભાજપના મુખ્ય રોલયુક્ત એનડીએ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળશે તેવું દર્શાવ્યું છે. ૫૪૨ સીટ પર થયેલાં મતદાન પરના તારણોને આધારે મોટાભાગની ન્યૂઝ ચેનલ ભાજપને ૨૫૦ની ઉપરની મળશે એવી ધારણા તો આપે જ છે. વળી, ઓરિસ્સા-બંગાળમાં ભાજપને ગઈ લોકસભા કરતા ફાયદો થશે જ્યારે ઉત્તરપ્રદેશમાં સપા-બસપા ગઠબંધનને લીધે નુકસાન જવાની પણ શક્યતા દર્શાવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ફરીવાર પણ ભાજપ જંગી બહુમતિ મેળવે એવા એંધાણ છે.

Image Source

કઈ રીતે નક્કી થાય છે એક્ઝિટ પોલ? –

લોકો સાથે સંવાદ, જૂનવાણી આંકડાઓ સહિતના ઘણા મુદ્દાઓ પર ન્યૂઝ ચેનલો એક્ઝિટ પોલ બનાવે છે. એક ઉપયોગી નોલેજ પણ જાણી લો : મતદાન પહેલાં જે સર્વે કરીને સંભાવનાઓ રજૂ કરવામાં આવે એને કહેવાય ‘ઓપિનિયન પોલ’. જ્યારે એક્ઝિટ પોલ એટલે મતદાન પત્યાં પછી જાહેર થતા સંભાવનાઓના આંકડાઓ.

એક્ઝિટ પોલનું અનુમાન સાચું પડે ખરું? –

અલબત્ત, એવું ના માનો તો જ સારું. આમેય મીડિયા માટે તો આ ડેટા તૈયાર કરવાથી ટીઆરપીનો ફાયદો એ જ મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીનો દાખલો લઈ લો. એક્ઝિટ પોલ રાડી-રાડીને કહેતા હતા કે, અટલજીની ભાજપ સરકાર જ ફરી વખત સત્તામાં આવશે. અમુકે પેંડા પણ વહેચી ખાધા. પણ થયું શું? કોંગ્રેસના પ્રવાહમાં ભાજપ ફંગોળાઈ ગઈ!

Image Source

એક્ઝિટ પોલનો ઇતિહાસ –

એક્ઝિટ પોલની શરૂઆત નેધરલેન્ડના એક રાજનેતાએ કરેલી હોવાનું કહેવાય છે. જ્યારે ઓપિનિયન પોલની શરૂઆત અમેરિકામાંથી થઈ હતી. એક્ઝિટ પોલ વિશે ઘણીવાર વિવાદ પણ થાય છે. ભારતમાં ઘણીવાર ન્યૂઝ ચેનલો દ્વારા અપાતા એક્ઝિટ પોલ સામે ઇલેક્શન કમિશનની લાલ આંખ પણ જોવા મળે છે.

[ માહિતી ગમી? તો શેર કરી દો! અને હા, ચૂંટણી તો ચાલ્યા કરવાની…પક્ષાપક્ષીમાં ખોટું ટેન્શન લઈને ના ફરવાનું. રાજકારણનું નોલેજ જોઈએ પણ એને લીધે તમારા સબંધોમાં ફાડ ના પડવી જોઈએ. કેમ કે, નેતા આખરે એની ખુરશીનો હોય છે…નહી કે તમારો! ]

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks