કૌશલ બારડ ખબર લેખકની કલમે

૧૫મી ઓગસ્ટના દિવસે જ PSI એ ફરકાવ્યો યુરોપના સૌથી ઊંચા પહાડ પર તિરંગો!….

આ વખતનો ૭૩મો સ્વતંત્રતા દિવસ ભારત માટે અને ભારતની પોલીસ માટે એક ગર્વની બાબત લઈનો આવ્યો હતો. ભારતીય પર્વતારોહકોની સિધ્ધીઓની વાત તો તમે સાંભળી જ હશે. આમાં વધુ એક સોપાન ઉમેરાયું. યુરોપના સૌથી ઊંચા પર્વત પર એક ભારતીયએ ૧૫મી ઓગસ્ટના દિવસે જ તિરંગો ફરકાવ્યો. તમને થશે કે આમાં પોલીસ ક્યાં આવી?

તિરંગો ફરકાવનાર બીજું કોઈ નહી, ઉદયપુરના એક થાણાના PSI જ હતા! યુરોપના સૌથી ઊંચા પહાડ માઉન્ડ એલ્બર્સની ટૂંક પર પોલીસ ઇન્સપેક્ટર દ્વારા ફરકાવેલો ઝંડો ગૌરવ તો લઈને આવે જ ને! પણ આ કઈ રીતે શક્ય બન્યું એ જાણવું રોચક છે. નીચેના બે ટોપિકમાં વાંચી લો :

આ સિધ્ધી મેળવનારનું નામ છે: રતનસિંહ ચૌહાણ. રાજસ્થાનના ચિત્તોડગઢ જીલ્લાનાં કંથારિયા ગામના નિવાસી છે, જે મૂળે ચૌહાણ રાજપૂતોનું ગામ છે. ૨૦૧૦માં રતનસિંહ ચૌહાણનું સિલેક્શન PSIના રૂપમાં રાજસ્થાન પોલીસમાં થયેલું.

આમ તો પર્વતારોહણ જેવી સાહસિક વૃત્તિઓ રતનસિંહમાં બાળપણથી જ હતી, પણ એ પછી તેમણે પહલગામમાં આવેલ ભારતીય સૈન્યના બેઝ કેમ્પમાં જઈને પર્વતારોહણની ઓફિશિયલ ટ્રેનિંગ લીધી.

ભારતભરના ૧૦ લોકોમાં આવ્યું નામ —
કોકસની પર્વતમાળા, જે એશિયા અને યુરોપ વચ્ચે એક સીમાની જેમ ઉભી છે, તેમાં માઉન્ટ એલ્બર્સ આવેલો છે. સુષૂપ્ત જ્વાળામૂખી પર્વત છે જેની અંદર વિશાળ પ્રમાણમાં મેગ્માનો જથ્થો હોવાનું વૈજ્ઞાનિકો માને છે. ઘણીવાર આ પર્વતમાળાને લઈને વિવાદ થઈ ચૂક્યો છે કે તે ખરેખર એશિયામાં છે કે યુરોપમાં. પણ હાલ તેને યુરોપમાં જ માનવામાં આવે છે. માઉન્ટ એલ્બર્સ પર્વત એ નાતે યુરોપનો પણ સૌથી ઊંચો પર્વત છે. (મોં બ્લાં શિખરને નામે પણ આ રેકોર્ડ છે.)

આ પર્વતારોહણમાં ભારતમાંથી ૧૦ જાંબાજોનું સિલેક્શન થયું. રતનસિંહ તેમાના એક હતા. સોમવાર અને ૧૨ ઓગસ્ટના રોજ શરૂ થયેલી આ ચઢાઈ ૧૫મી ઓગસ્ટના રોજ એલ્બર્સ પર્વતની ટોચ પર આવીને અટકી અને ત્રિરંગાને સલામી આપીને પૂરી થઈ. આઝાદીનો દિવસ અને યુરોપની ૧૫,૦૦૦ ફીટથી વધારે ઊંચી ચોટી પર તિરંગાનો ફરકાટ…આનાથી રૂડું શું હોય!

હાલ રતનસિંહ ઉદયપુરના સહાડામાં થાણા ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. તેમના પિતા મૂળસિંહ ચૌહાણ સરકારી ઉચ્ચ માધ્યમિક સ્કુલમાં પ્રમુખ આચાર્ય છે.

રતનસિંહ ચૌહાણની એક ખાસ સિધ્ધી બીજી પણ છે : ૨૦૧૩માં તેઓએ બ્યૂરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ – ચંદીગઢમાં ફાઇનાન્સિયલ ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારતમાં પહેલો નંબર હાંસલ કરેલો. એ પછી તેમને ૨૦૧૮માં કેનેડામાં થયેલ ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટીગેશનના પ્રશિક્ષણમાં ભાગ લેવા મોકલાયા હતા.

Author: કૌશલ બારડ – GujjuRocks Team