દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

24 વર્ષની ઉંમરમાં નોકરી છોડીને કરી આની ખેતી, અત્યારે કમાય છે ઢગલા મોઢે રૂપિયા અને એક ડઝનને રોજગાર પણ!

સામાન્ય રીતે, લોકોનું સપનું હોય છે કે તેઓ ભણી-લખીને સારી નોકરી મેળવે અને અને વૈભવી જીવે, પરંતુ કેટલાક લોકો થોડું હટીને વિચારતા હોય છે. પોતાના મનનું કામ કરવાની સાથે જ તેઓ અન્ય લોકો માટે પણ વધુ સારું જીવનનો માર્ગ મોકળો કરે છે. મોનિકા પંવાર પણ એક એવું જ નામ છે.

ઉત્તરાખંડના તેહરી જિલ્લાના ચંબા બ્લોકમાં નાગણી ગામની રહેવાસી, 24 વર્ષીય મોનિકા આજે સ્થાનિક યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે. અભ્યાસમાં તેજ મોનિકા બી.ટેકની ડિગ્રી લઈને નોઈડાની મલ્ટિનેશનલ ઇન્ફોટેક કંપનીમાં નોકરી કરી રહી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ પોતાના મૂળ તરફ પાછા ફરવાની અને ત્યાંના લોકો માટે કંઈક કરવાની ઇચ્છા એટલી તીવ્ર હતી કે તેણે દોઢ વર્ષની અંદર નોકરી છોડીને ગામ પરત ફરવાનું મશરૂમની ખેતી કરવાનો નિર્ણય લીધો.

Image Source

મોનિકાએ આ માટે પાયાની તાલીમ પણ લીધી હતી. શરૂઆતના સંઘર્ષને ધ્યાનમાં રાખીને તેનો નિર્ણય મુશ્કેલ જરૂર હતો, પરંતુ તેની મહેનત રંગ લાવી. ડિસેમ્બર 2017થી આજ સુધીમાં, કામ શરુ કર્યાના બે વર્ષમાં, મોનિકા તેના ત્રણ રૂમના પ્લાન્ટથી દરરોજ 250 કિલો મશરૂમનું ઉત્પાદન કરી રહી છે, જે 120 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યું છે. આનાથી સ્પષ્ટ છે કે એક મહિનામાં તે લગભગ 4.25 લાખ રૂપિયાના મશરૂમ્સ ઉગાડે છે. ખર્ચ ઘટાડીને પણ તે લાખોની કમાણી કરી રહી છે.

તેને પોતાના પ્લાન્ટ દ્વારા ગામના જ એક ડઝન જેટલા લોકોને રોજગાર આપ્યો છે. તે અન્ય મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમો ચલાવી રહી છે. તેમને તેમના પગભર કરી રહી છે. મોનિકાના કહેવા પ્રમાણે, જાન્યુઆરી મહિના સુધીમાં, તેનો ચાર રૂમનો કોલ્ડ સ્ટોરેજ યુક્ત પ્લાન્ટ તૈયાર થઈ જશે, ત્યારબાદ તે ઉત્પાદનમાં વધારો કરી શકશે અને વધુ લોકોને રોજગારી આપી શકશે.

Image Source

મોનિકાએ કહ્યું કે તે નોકરી જરૂર કરી રહી હતી, પરંતુ મગજમાં એ જ ચાલી રહ્યું હતું કે પોતાના લોકો વચ્ચે પહાડો પર પાછી ફરે અને તેમના માટે પણ કઈંક કરે. એવામાં મશરૂમની ખેતીનો વિચાર મનમાં આવ્યો. મશરૂમના ઉત્પાદન માટે રોકાણ, પરિસ્થિતિઓ બધું જ સારું હતું. તેથી, આ દિશામાં આગળ પગલું ભર્યું. જે સમયે જ્યારે તેણે નોકરી છોડીને પોતાનું કામ કરવાનું વિચાર્યું ત્યારે જ મુશ્કેલીઓનો અંદાજો જરૂર હતો, પરંતુ વિચાર્યું હતું એના કરતા મુશ્કેલીઓ વધુ આવી.

પોતાની સંઘર્ષની વાત કરતા મોનિકાએ જણાવ્યું હતું કે ‘કુશળ મજૂરો ન મળવા એ એક મોટી સમસ્યા હતી. એવામાં મેં લોકોને તાલીમ આપી અને તેમને સાથે રાખ્યા. મશરૂમ તો સારું ઉપજ્યું, પણ ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સામે આવી. સપાટ મેદાનની સરખામણીમાં પહાડો પર ટ્રાન્સપોર્ટેશન મોંઘુ હોય છે. આ ઉપરાંત, પહાડી વિસ્તાર ઘણીવાર ભૂસ્ખલન થાય છે અને રસ્તાઓ બંધ થઇ જાય છે, જેનાથી મશરૂમ બગાડી જાય છે.’

Image Source

પરંતુ આ સમસ્યાઓએ તેનો રસ્તો ન રોક્યો. હાલમાં તેમનું મશરૂમ આખા ગઢવાલમાં સપ્લાય થઇ રહ્યું છે. તેહરી જિલ્લાથી શ્રીનગર, ઉત્તરકાશીની હોટલોમાં પણ તેમનું મશરૂમ સપ્લાય થઇ રહ્યું છે. હવે તેની નજર એક્સપોર્ટ પર છે. કેટલાક ઓર્ડર પર વાત ચાલી રહી છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે આ સમયે ફક્ત નવ મહિના કામ કરવામાં આવે છે. ત્રણ મહિના રૂમ્સને સ્ટરીલાઈઝ કરવામાં આવે છે જેથી ફંગસનો ચેપ ન રહે.

ખેતીનો શોખ હોવા છતાં પણ બી.ટેક કરવા અંગે મોનિકા કહે છે કે ખેતીમાં રસ હોવાને કારણે તેમણે ભરસાર કૃષિ યુનિવર્સિટી માટે એક પેપર પણ આપ્યું હતું. તેણે સારું પ્રદર્શન કર્યું અને ઓલ ઈન્ડિયા 29મો રેન્ક મેળવ્યો. મોનિકાના કહેવા પ્રમાણે, તેની સામે ત્યાં જવાની તક હતી. પણ વિચારવામાં થોડો સમય લીધો અને આખરે તેણે બી.ટેક કરવાને પ્રાથમિકતા આપી. આ માટે, રૂરકી કોલેજ ઓફ એન્જિનિયરિંગ પસંદ કરી. કારણ કે મોનિકાને લાગ્યું કે એક ટેક્નિકલ ડિગ્રી પાસ કરવાથી કોઈપણ પ્રકારની સમસ્યા વિશે વિચારવાની અને તેણે હલ કરવાની રીત અને શૈલી બદલાઈ જાય છે. તેનું માનવું છે કે આ ડિગ્રી પ્લાન્ટ સાથે જોડાયેલા મશીનોને જાણવામાં અને કામમાં સુધારો કરવામાં મદદ કરી રહી છે. મોનિકાના જણાવ્યા પ્રમાણે, કામ સારું ચાલી રહ્યું છે, પરંતુ તે અહીં અટકયા નથી ઇચ્છતી. તે કામને વધુ પાંખો લગાવીને ફેલાવવા માંગે છે જેથી તે અહીં દરેકને કામ આપી શકે. અને કોઈએ પણ પોતાનું ઘર છોડીને નોકરી અથવા ધંધા માટે બીજે ક્યાંય જવા માટે મજબૂર ન થવું પડે.

Image Source

ચંબાની સેન્ટ્રે સ્કૂલમાંથી સ્કૂલિંગ કરનારી મોનિકા હસતા-હસતા જણાવે છે કે ‘જ્યારે હું મારું કામ કરવા માટે નીકળી ત્યારે એક સમસ્યા આવી હતી કે લોકો તેની ઓછી વયના કારણે પ્રોફેશનલી સિરિયસ ન લેતા, પરંતુ જ્યારે મેં તેમને પોતાનો પ્રોજેક્ટ આત્મવિશ્વાસ સાથે જણાવ્યો તો લોકોનો પણ મારા પર વિશ્વાસ વધ્યો અને પરિણામ સુખદ આવ્યું.’

આજે ગામની યુવતીઓ તેમનું અનુસરણ કરીને મોનિકા જેવી બનવા માંગે છે. ગામના લોકો પહેલા ખેતી ફાયદાનો સોદો લાગતી ન હતી, તેઓ પોતાના બાળકોને પણ ખેતી સાથે જોડવા માંગતા ન હતા, પરંતુ હવે મોનિકા પંવારની સફળતાથી તેમના વિચારો બદલાઈ રહ્યા છે.

Image Source

મોનિકાના પિતાનું 2014માં અવસાન થયું હતું. તે ઝવેરાતનો બિઝનેસ કરતા હતા. એવામાં મોનિકાની માતા શુચિતાએ બિઝનેસ ખતમ થવા ન દીધો. તેમને પોતે જ આગળ આવીને બિઝનેસ સંભાળ્યો. મોનિકાને જ્વેલરીનો ધંધો ચાલુ રાખવાની તક પણ મળી હતી. તેમને ડાન્સનો પણ શોખ હતો, તેથી થોડા સમય માટે તેણે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં કોરિયોગ્રાફી પણ કરી, પરંતુ આખરે જ્યારે જીવન અને કારકિર્દીની વાત આવી ત્યારે તેણે ખેતી પસંદ કરી.

એને લાગતું હતું કે આ ક્ષેત્ર છે કે જેમાં તે મોટા પાયે પહાડોના અર્થશાસ્ત્ર માટે કંઈક કરી શકે છે. તે પોતાના ગામમાં રહી શકે છે અને ત્યાંની મહિલાઓને પોતાની સાથે લઈને આગળ વધારી શકે છે. આખરે તેની પહેલ રંગ લાવી અને તેણે આપેલી તાલીમ પછી મહિલાઓ સ્વનિર્ભર બની છે. નાના રોકાણો સાથે તે એના ઉત્પાદન સાથે જોડાઈ ગઈ છે.

Image Source

મોનિકા હાલમાં શિટાકે મશરૂમ સાથે કુલ ત્રણ પ્રકારની મશરૂમ પ્રજાતિઓ ઉગાડી રહી છે. મોનિકાએ કહ્યું કે મશરૂમ્સ દ્વારા નાના રોકાણોથી પણ ઓછી આવક શક્ય છે, જે પહાડનું અર્થશાસ્ત્ર બદલી શકે છે. તેમના કહેવા મુજબ, મશરૂમના સરેરાશ ખર્ચ પાંચ ટન સુધીના ઉત્પાદનમાં લગભગ દોઢથી બે લાખ રૂપિયા થાય છે, પરંતુ જો કોઈ નાના પાયે કામ શરૂ કરવા માંગે છે, તો મહિનામાં માત્ર પાંચ હજાર રૂપિયાના રોકાણથી ત્રીસ હજાર રૂપિયા સુધી કમાણી કરી શકે છે.

Image Source

મોનિકા અનુસાર, ઘણા એવા યુવાનો છે જેઓ તેમના ક્ષેત્ર માટે કંઈક કરવા માંગે છે. પરંતુ સમાજના દબાણમાં આવીને તે પોતાની ઈચ્છા પૂરી કરી શકતા નથી. તેમના મતે, યુવાનોએ સપના જરૂર જોવા જોઈએ અને જો સમાજને વધુ સારું બનાવવાનો કોઈ વિચાર હોય તો તેને જરૂર લાગુ કરો. આજનું શ્રેષ્ઠ પગલું આવતી કાલનું ચિત્ર બદલી શકે છે, તેથી પહેલા તમારા મનની સાંભળો. તાજેતરમાં જ, મોનિકાને તેની સિધ્ધિઓ બદલ રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત દ્વારા તેમની જ સંસ્થામાં સન્માનિત કરવામાં આવી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.