ખબર

સીસીટીવીમાં કેદ થયું ભૂત? વીડિયો જોઈને કરોડો લોકોની રાડ ફાટી ગઈ! જુઓ વિડીયો

આપણે રાતના સમયે જયારે સુમસામ રસ્તા પર જતા હોઈએ છીએ ત્યારે સૌથી વધુ બીક ભૂતની જ લાગતી હોય છે. આખરે આ ભૂત શું છે ? ભૂત કોઈ વસ્તુ છે કે પછી કોઈ એવા પ્રકારનું બળ છે. શું કોઈપણ માણસ ભૂતને જોઈ શકે છે ? આવા અજબ-ગજબ પ્રકારના પ્રશ્નો આપણને મનમાં ઘણીવાર થતા હોય છે. પરંતુ ક્યારેક તેની નિરાકરણ નથી આવી શકતું.

હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો એક હોસ્પિટલનો છે. આ વિડીયો ચંદીગઢની એક હોસ્પિટલનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્હિલચેર ઓટોમેટિક ચાલતી હોય છે. આ વિડીયો હોસ્પિટલના સીસીટીવમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. જયારે આ ઘટના બની ત્યારે તેની આસપાસ કે હોસ્પિટલ પરિસરમાં કોઈ જોવા મળ્યું ના હતું.


ઓટોમેટિક વ્હિલ ચેર ચાલતો આ વિડીયો લાખો લોકોએ જોયો છે. આ વિડીયો જોઈને ઘણા લોકો અચરજ પામી ગયા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્હિલચેર એક જગ્યાથી બીજી જગ્યાએ જતી જોવા મળે છે.

આ વિડીયો જોઈને લોક વિચારવા લાગ્યા હતા કે, આ કઈ રીતે બની શકે. આ વિડીયો પાછળ હાલ તો કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.આ વીડિયોમાં સિક્યોરિટી ગાર્ડ મનોજ પણ જોવા મળે છે. તે પણ આ જોઈને ચોંકી ગયો હતો. પરંતુ તેને આ બાબતે કહ્યું હતું કે, આ વધારે પવન આવવાને કારણે થઇ ગયું છે બીજું કંઈ નથી.

આ ઉપરાંત પણ ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જેમાં ભૂત હોવાના દાવા કરવામાં આવે છે. થોડા સમય પહેલા જ એક વીડિયો વાયરલ  થયો હતો જેમાં ભૂત હોવાની દાવો કરવામાં આવ્યો હતો. આ વીડિયોની અંદર ભૂત તો જોવા મળ્યું નહોતું પરંતુ તેના હોવાનો દાવો જરૂર કરવામાં આવ્યો હતો.

કારણ કે તે વીડિયોની અંદર કેટલીક એવી શંકાસ્પદ હરકતો કેદ થઇ ગઈ હતી જેમાં ભૂત દ્વારા આ કામ કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો આયર્લેન્ડની કોઈ સ્કૂલનો હોવાનું સામે આવ્યું હતું.

તો થોડા સમય પહેલા એક બાઈક પણ તેની જાતે જ ચાલવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો હતો. જેમાં એક ઉભી રહેલી બાઈક થોડીવાર બાદ તેની જાતે જ ચાલવા લાગે છે. લોકો આ વીડિયોને જોઈને હેરાન પણ રહી ગયા હતા.

ગયા વર્ષે એક રૂંવાડા ઉભી કરી દે તેવી ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં એક ટ્રાફિક ભરેલા રોડ ઉપરથી એક વ્યક્તિ પસાર થઇ રહ્યો હોય છે. પરંતુ તે વ્યક્તિની ઉપરથી ગાડીઓ પસાર થાય છે તે છતાં પણ તે ચાલતો જ રહે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી, જેને જોઈને માનવામાં આવી રહ્યું હતું કે આ કોઈ ભૂત જ છે.

આ ઉપરાંત થોડા સમય પહેલા ઝાંસીમાંથી પણ એક ઘટના સામે આવી હતી, જેને લોકોની ઊંઘ ઉડાવી દીધી હતી. ઝાંસીના એક મોહલ્લાના લોકોનું કહેવું હતું કે ભૂત તેમનો પીછો કરી રહ્યું છે, અને આશ્ચર્યની વાત તો એ હતી કે આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઈ હતી, જેમાં એક સ્ત્રી લોકોનો પીછો કરતી જોવા મળી રહી હતી.