અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની ફાઇનલ મેચમાં જ્યારે RCB એ પંજાબ કિંગ્સ (PBKS) ને 6 રને હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીતી લીધો. ત્યારે આખરે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની 18 વર્ષની રાહ આખરે પૂર્ણ થઈ. IPLના ઇતિહાસમાં 18 વર્ષ રાહ જોનાર એકમાત્ર ખેલાડી વિરાટ કોહલી, RCBએ તેમની પહેલી IPL ટ્રોફી જીત્યા પછી ભાવુક થયો હતો.
વિરાટ કોહલીએ જીત પછી કહ્યું વિરાટ કોહલીએ કહ્યું, ‘આ જીત અમારી ટીમ માટે એટલી જ છે જેટલી તે અમારા ફેન્સ માટે છે. તેમણે 18 વર્ષ લાંબી રાહ હતી. મેં મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય આ ટીમને આપ્યો. મેં મારી બધી તાકાત તેમાં લગાવી દીધી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ પણ આવશે. છેલ્લો બોલ ફેંકાતાની સાથે જ હું ભાવુક થઈ ગયો.’
IPL 2025 ની ફાઇનલમાં જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે RCB તેમની પહેલી IPL ટ્રોફી જીતશે, ત્યારે RCB ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રડી પડ્યા. કોહલીનો રડવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
The tears say it all 🥹
An 1️⃣8️⃣-year wait comes to an end 👏
Updates ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @imVkohli pic.twitter.com/X15Xdmxb0k
— IndianPremierLeague (@IPL) June 3, 2025
ટાઇટલ જીત્યા પછી, તેણે તેના પૂર્વ સાથી અને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ એબી ડી વિલિયર્સને ગળે લગાવ્યા, જે RCB એ પંજાબ કિંગ્સ સામે ફાઇનલમાં 6 રને જીત મેળવ્યા પછી મેદાનમાં આવ્યા હતા. સત્તાવાર બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરતા, કોહલીએ આગળ કહ્યું, ‘એબી (ડીવિલિયર્સ)એ આ ફ્રેન્ચાઇઝી માટે જે કર્યું છે તે શાનદાર છે. મેં મેચ પહેલા તેને કહ્યું હતું કે- આ જીત તમારી પણ છે અને હું ઇચ્છતો હતો કે તમે અમારી સાથે ઉજવણી કરો. તે હજુ પણ અમારા માટે સૌથી વધુ મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ખેલાડી છે, ભલે તે ચાર વર્ષ પહેલા નિવૃત્ત થયો હોય. તે અમારી સાથે આ પોડિયમ પર હોવો જોઈએ.’
કોહલીએ કહ્યું, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ આવશે. તે એક અદ્ભુત લાગણી છે. મારી પાસે એવી ક્ષણો છે જ્યારે મેં વિપરીત વિચાર્યું. હું હંમેશા વફાદાર રહ્યો છું કોહલીએ કહ્યું કે હું હંમેશા આ ટીમ પ્રત્યે વફાદાર રહ્યો છું, ભલે ગમે તે થાય. એવી મોમેન્ટ્સ આવી જ્યારે મેં વિચાર્યું કે કદાચ મારે છોડી દેવું જોઈએ, પરંતુ મેં આ ટીમ છોડી નથી. મારું દિલ બેંગલુરુ સાથે છે, મારો આત્મા બેંગલુરુ સાથે છે, અને જ્યાં સુધી હું આઈપીએલ રમીશ, હું આ ટીમ માટે રમીશ. હું આજે રાત્રે શાંતિથી સૂઈશ. મને ખબર નથી કે હું આ રમત કેટલા વર્ષો રમી શકીશ.’
કોહલીએ ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે આખરે આ જીત મારી ઝોળીમાં આવી. કોહલીએ કહ્યું કે ઓક્શન પછી ઘણા લોકોએ અમારા પર સવાલ ઉઠાવ્યા, પરંતુ બીજા દિવસ સુધીમાં અમને વિશ્વાસ થઈ ગયો કે અમારી પાસે જે જોઈએ તે બધું છે. “આ ક્ષણ મારા માટે, વિરાટ કોહલી માટે અને તમામ ફેન્સ માટે ખૂબ જ ખાસ છે. જેઓ વર્ષોથી સમર્થન આપી રહ્યા છે, તેઓ બધા આ જીતના હકદાર છે. ક્વોલિફાયર બાદ અમને ખાતરી થઈ ગઈ હતી કે અમે આગળ જઈ શકીએ છીએ. આ પિચ પર 190નો સ્કોર સારો હતો કારણ કે વિકેટ થોડી ધીમી હતી.”
“બોલરોએ જે યોજના બનાવી હતી, તેને અમલમાં લાવતા જોવું શાનદાર હતું.આ મેચમાં, વિરાટ કોહલી રજત પાટીદારની આગેવાની હેઠળની ટીમ માટે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા, જેનાથી RCBને 190 રનનો સ્કોર બનાવવામાં મદદ મળી.જણાવી દઈએ કે, કોહલીએ તેના યુવાનીના દિવસોમાં, તેના શ્રેષ્ઠ સમયમાં, અને હવે સૌથી સિનિયર ખેલાડી તરીકે RCB માટે બધું જ કર્યું. જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થઈ, ત્યારે તેણે આ ટીમ સાથે એક યુવા ખેલાડી તરીકે શરૂઆત કરી, અને 18 વર્ષ પછી, તે સૌથી અનુભવી ખેલાડી હતો. મેચ પછી કોહલીની આંખોમાં આંસુ આવી ગયા, તે ખુશીના આંસુ હતા.