અનુષ્કાના ગળે લાગી રડ્યો વિરાટ કોહલી, જીતની ક્રેડિટ પણ આપી ને ટ્રોફી પણ થમાવી…RCBની જીત બાદ ઇન્ટરનેટ પર છવાઇ ‘વિરૂષ્કા’ મોમેન્ટ

IPL 2025 ની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી. ટ્રોફી માટે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થઇ. આખરે, 18 વર્ષની લાંબી રાહ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 ટ્રોફી જીતી. જ્યારે સ્વપ્ન સાકાર થયું, ત્યારે વિરાટ કોહલી પોતાના આંસુ રોકી શક્યો નહીં અને તે મેદાન પર જ રડવા લાગ્યો. આ દરમિયાન અનુષ્કા તેના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલીને ખુશ કરતી જોવા મળી.

આ જીત સાથે, મેદાન પર ‘વિરુષ્કા’ ની ક્ષણો પણ વાયરલ થઈ ગઈ છે. અનુષ્કા શર્માનો RCB સાથે ઊંડો સંબંધ છે. તે 2014 થી વિરાટ કોહલી અને RCB ને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં હાજર રહે છે. વિરાટ કોહલીનું લેડી લક, દર વખતની જેમ આ વખતે પણ ટીમ અને વિરાટને ચિયર કરવા માટે ફાઇનલ મેચમાં પહોંચ્યું હતુ.

IPL ની ફાઇનલ મેચ દરમિયાન અનુષ્કા ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી. ત્યાં, વિરાટ કોહલી જીતતા ખૂબ જ ભાવુક થઈ ગયો હતો અને તે મેદાન પર પોતાના આંસુ જ નહોતો રોકી શક્યો. આ દરમિયાન, અનુષ્કા તરત જ દોડતી પહોંચી. પત્નીને જોઈને કોહલી તેને ગળે લગાવી રડી પડ્યો.

આ દરમિયાન, અભિનેત્રી તેના પતિને ઉષ્માભરી રીતે ગળે લગાવતી અને જીત પર અભિનંદન આપતી જોવા મળી. IPLમાં RCBની જીત બાદ અનુષ્કા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તેના ચહેરા પરની ખુશી સ્પષ્ટપણે દર્શાવે છે કે કોહલીની જેમ તે પણ IPL ટ્રોફીની આતુરતાથી રાહ જોઈ રહી હતી.

જીત પછી અનુષ્કાએ આખી ટીમને દિલથી અભિનંદન આપ્યા અને આખી ટીમ સાથે તસવીરો પણ ક્લિક કરાવી. જ્યારે RCBને IPL ટ્રોફી મળી, ત્યારે વિરાટ કોહલીએ તે તેની પત્ની અનુષ્કા શર્માને સોંપી. આ પછી, કપલે ટ્રોફી સાથે પોઝ પણ આપ્યો. વિરુષ્કાની આ ક્ષણ ખૂબ વાયરલ થઈ રહી છે.

વિરાટ કોહલીએ IPLમાં જીતનો શ્રેય તેની પત્ની અનુષ્કા શર્માને આપ્યો. આ દરમિયાન ભાવુક થઈને વિરાટે કહ્યું, ‘તે 2014 થી અહીં આવી રહી છે અને RCBને ટેકો આપી રહી છે, તેથી તેને પણ 11 વર્ષ થઈ ગયા છે.

તે સતત ત્યાં રહી છે, રમતોમાં આવી રહી છે, મુશ્કેલ રમતો જોઈ રહી છે, અમને હારતા જોઈ રહી છે, તમારા જીવનસાથી તમારા માટે શું કરે છે, બલિદાન આપી રહી છે, પ્રતિબદ્ધતા આપી રહી છે અને બધા મુશ્કેલ સમયમાં તમારા માટે હાજર રહી છે. આ એવી વાત છે જેને તમે શબ્દોમાં વર્ણવી શકતા નથી.”

Shah Jina
error: Unable To Copy Protected Content!