ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ને એક નવો ચેમ્પિયન મળ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ પંજાબ કિંગ્સને 6 રને હરાવીને 18મી સીઝનનો ખિતાબ પોતના નામે કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ 17 વર્ષ પછી IPL ટાઇટલ જીત્યું છે. 17 વર્ષની લાંબી રાહ જોયા બાદ પોતાનો પહેલો IPL ટાઇટલ જીતનાર RCB ને બીજા જ દિવસે મોટો ઝટકો લાગ્યો. બેંગલુરુમાં આયોજિત ટીમની ઓપન બસ વિજય પરેડ રદ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે બેંગલુરુમાં RCBની વિકટ્રી પરેSનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીમ બપોરે 1:30 વાગ્યે ‘ગાર્ડન સિટી’ પહોંચવાની હતી અને ત્યારબાદ ખુલ્લી બસમાં વિજય પરેડ કાઢવાનું આયોજન હતું. પરંતુ જેને કેન્સલ કરવામાં આવી છે. બેંગલુરુ પોલીસે વિજય પરેડ માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. પોલીસ તરફથી પરવાનગી ન મળવાને કારણે, ટીમની ઉજવણી હવે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન થશે.
અગાઉના આયોજન અનુસાર ટીમની વિજય પરેડ બપોરે 3:30 વાગ્યાની આસપાસ વિધાન સૌધાથી શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધીમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચવાની હતી. ત્યાં એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોત, પરંતુ પોલીસે પરેડને મંજૂરી ન આપ્યા બાદ, હવે ફક્ત ટીમનો સ્વાગત સમારોહ આરસીબીના હોમ ગ્રાઉન્ડ પર યોજાશે. હવે બધા ખેલાડીઓ વિધાન સૌધા જશે અને ત્યાંથી તેઓ ફરીથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચશે. RCB એ ચાહકોને અપીલ કરતું નિવેદન જારી કરીને લખ્યું છે કે તેઓએ બધી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.
સ્ટેડિયમમાં પ્રવેશ પ્રતિબંધિત રહેશે અને ફક્ત ટિકિટ અને પાસ ધારકોને જ અંદર જવાની મંજૂરી આપવામાં આવશે. સ્ટેડિયમમાં મર્યાદિત પાર્કિંગને કારણે, જાહેર જનતાને મેટ્રો અને અન્ય જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં એવું જાણવા મળી રહ્યું છે કે જાહેર જનતાને બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી બેંગલુરુમાં CBD વિસ્તાર ટાળવા માટે કહેવામાં પણ આવ્યું છે.