પંજાબ કિંગ્સને લાગી મુંબઈ ઇન્ડિયન્સની ‘નજર’, પ્લેઓફમાં જે પણ ટીમે MI ને બહાર કરી તે ક્યારેય ટ્રોફી નથી જીતી શકી

મુંબઈ ઈન્ડિયન્સની ‘હાય’ એ ફરી એકવાર IPL માં કોઇ ટીમનું ટ્રોફીનું સ્વપ્ન તોડ્યુ નાખ્યું. આવું અમે નથી કહી રહ્યા પણ આંકડા પોતે જ આ વાતની સાક્ષી આપી રહ્યા છે. IPL પ્લેઓફમાં MI ને બહાર કરનાર કોઈપણ ટીમ આજ સુધી ટ્રોફી જીતી શકી નથી. IPL ના ઇતિહાસમાં આવું પાંચમી વખત બન્યું છે. IPL 2025 ના ક્વોલિફાયર-2 માં મુંબઈને 20 રને હરાવીને PBKS ફાઇનલમાં પહોચી.

જો કે, શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની PBKS ને ટાઇટલ મેચમાં RCB ના હાથે 6 રને હારનો સામનો કરવો પડ્યો. RCB એ પહેલીવાર IPL ટ્રોફી જીતી અને PBKS ટીમનો ટાઇટલ દુકાળ ચાલુ રહ્યો. મુંબઈ 2011 માં RCB દ્વારા ટાઇટલ રેસમાંથી બહાર થઈ ગયું હતું. RCB એ ક્વોલિફાયર-2 માં MI ને 43 રને હરાવ્યું અને ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 58 રને હારી ગયું. IPL 2012 માં, મુંબઈને એલિમિનેટરમાં CSK દ્વારા 38 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

ચેન્નાઈ ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે પાંચ વિકેટથી હારી ગયું હતુ. CSK એ 2014 માં એલિમિનેટરમાં મુંબઈને સાત વિકેટથી હરાવ્યું હતું પરંતુ ક્વોલિફાયર-2 માં પંજાબ ટીમ સામે હારી ગયું. ગુજરાત ટાઇટન્સ એ IPL 2023 માં ક્વોલિફાયર-2 માં MI ને 62 રનથી હરાવ્યું અને ફાઇનલમાં ચેન્નાઈ ટીમે GT ને 6 વિકેટથી હરાવ્યું. આરસીબીના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ક્રુણાલ પંડ્યાએ ચાર ઓવરમાં 17 રન આપીને બે વિકેટ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

Shah Jina
error: Unable To Copy Protected Content!