BREAKING: માત્ર 37 વર્ષની ઉંમરે આ ફેમસ એક્ટરનું નિધન, 3 વર્ષથી લડી રહ્યો હતો સ્ટેજ 4 કેન્સર સામે જંગ; જુઓ તસવીરો
લોકપ્રિય ટીવી સિરિયલ ‘નિશા ઔર ઉસકે કઝિન્સ’ ફેમ એક્ટર વિભુ રાઘવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. વિભુ રાઘવ કોલોન કેન્સરનો ભોગ બન્યા હતા. વર્ષ 2022 માં તેઓ આ ગંભીર રોગની ઝપેટમાં આવી ગયા હતા. અદિતિ મલિક, મોહિત મલિક, સિમ્પલ કૌલ જેવા ઘણા સ્ટાર્સે વિભુ રાઘવની સારવાર માટે ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
વિભુ રાઘવ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તેમણે ગઈકાલે એટલે કે 2 જૂને અંતિમ શ્વાસ લીધા. ઘણા ટીવી સ્ટાર્સ વિભુ રાઘવના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ‘ભાભી જી ઘર પર હૈ’ની અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન તેના મિત્રના નિધની ખૂબ જ દુઃખી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી લખ્યું “મારો સુંદર મિત્ર વિભુ હવે દેવદૂતો સાથે છે.
અમને ગઈકાલે રાત્રે અલવિદા કહી દીધુ. વિભુ તું અંદર અને બહાર બંને રીતે સુંદર હતો. જ્યારે વસ્તુઓ ખોટી દિશામાં જઈ રહી હતી ત્યારે પણ તેં મને હસવાનું શીખવ્યું. જ્યારે દુનિયા અંધારામાં હોય ત્યારે પ્રકાશને કેવી રીતે પકડી રાખવો તે શીખવ્યું. તું અંત સુધી યોદ્ધાની જેમ લડતો રહ્યો. જ્યારે લોકો આશા છોડી દે છે, ત્યારે તું આગળ વધતો રહ્યો અને બિલકુલ અટક્યો નહીં.
આપણે પ્લાન બનાવ્યા હતા વિભુ, આપણે વીડિયો બનાવવા માંગતા હતા, તમે શું અનુભવો છો તે વિશે વાત કરવા માંગતા હતા. આપણને લાગ્યું કે પાસે સમય છે, પણ નહોતો.” સૌમ્યા ટંડને આગળ લખ્યું, “અને હવે ફક્ત દિલો-દિમાગમાં તારો અવાજ, તારુ સ્મિત અને મને આપેલો પ્રેમ બાકી રહ્યો છે. હું હંમેશા તને યાદ કરીશ. જીવન ખરેખર ટૂંકું છે. હું તેને તે જે રીતે જીવી તે રીતે જીવીશ.
ડર્યા વિના, મારા પૂરા હૃદયથી. હું મારી જાતનું શ્રેષ્ઠ વર્ઝન બનીશ. મારા મિત્ર બનવા બદલ આભાર. જેમણે યોગદાન આપ્યું, પ્રાર્થના કરી અને વિભુને પોતાના માટે લડવાની તક આપી તે બધાનો આભાર. હું હંમેશા તમારા બધાની આભારી રહીશ.” વિભુના અંતિમ દર્શન 3 જૂને બપોરે 12.30 વાગ્યાથી શરી થશે અને અંતિમ સંસ્કાર બપોરે 1 વાગ્યા પછી કરવામાં આવશે.