વાઘના બચ્ચાને લાડ કરતા જોવા મળ્યા ગીતાબેન રબારી, સફારીની તસવીરો જોઇ યુઝર્સ પણ બોલી ઉઠ્યા- બે શેરની એક જ ફ્રેમમાં…

લોકસંગીતની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવનાર અને સમગ્ર ગુજરાતના દિલો પર રાજ કરનાર લોકગાયિકા ગીતાબેન રબારી જે કચ્છી કોયલ તરીકે ફેમસ છે, તે આજના સમયમાં માત્ર સંગીતમેળા સુધી જ સીમિત નથી રહ્યા. તે તેમની ગાયિકી, વ્યક્તિત્વ અને સાહિત્યિક સમજને કારણે તેઓ એક લોકપ્રિય પ્રતિભા બન્યા છે.

ખૂબ ઓછા સમયમાં તેમણે જે રીતે ગુજરાતી સંગીતમાં પોતાની આગવી છબી ઊભી કરી છે તે પ્રશંસનીય છે. ગીતાબેન રબારી ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહે છે, પછી તે તેમના કાર્યક્રમ દ્વારા હોય કે સોશિયલ મીડિયા દ્વારા….ગીતાબેન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો-વીડિયો શેર કરતા રહે છે.

તાજેતરમાં જ તેઓ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરમાં વેકેશન માણવા ગયા હતા, જ્યાંથી તેમણે અનેક સુંદર તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. ખાસ કરીને તેમની વાઘ સાથેની તસવીરો અને વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યા છે. તેમની એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ ટાઇગરના બચ્ચા સાથે હસતાં-ખિલખિલતાં નજર આવે છે.

આ સાથે પણ તેમણે સુંદર સફારીની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરને ક્યૂટ કેપ્શન આપતા ગીતાબેને લખ્યુ- “Tigers and laughs, my purr-fect combo”…ગીતાબેનની તસવીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કચ્છી કોયલ ગીતાબેન રબારીની વાત કરીએ તો તેમને સૌથી વધુ લોકપ્રિયતા વર્ષ 2018માં આવેલ તેમના લોકગીત ‘રોણા શેરમાં’ થી મળી.

આ ગીતે તેમની કારકિર્દીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી. આ પછી તેમણે ક્યારેય પાછા વળીને જોયું નથી. એક પછી એક લોકપ્રિય ગીતો દ્વારા તેમણે માત્ર ભારત જ નહિ પણ વિદેશમાં પણ પોતાનો વિશાળ પ્રશંસકવર્ગ ઉભો કર્યો છે. તેમના લોકપ્રિય ગીતોમાં ‘કોની પડે એન્ટ્રી’ (2019), ‘એકલો રબારી’ (2020), ‘શ્રાવણ કેરો માસ આવ્યો’ (2013), અને ‘દેવ દ્વારિકા વાળા’ (2023) નો સમાવેશ થાય છે.

તેમની લોકપ્રિયતા અને કારકિર્દીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને લંડનમાં વર્લ્ડ બુક ઑફ યુરોપ અને લંડન તરફથી વિશેષ માન્યતાઓ પ્રાપ્ત થઈ છે. આ સિવાય ગુજરાત સરકાર દ્વારા પણ તેમને વર્ષ 2019માં “ગૌરવવંતી ગુજરાતી” એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, જે તેમના સંગીત પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રેમને માન્યતા આપતું પુરસ્કાર છે.

સાંગીતિક અનુભવ, જુદી જુદી થિમ પર આધારિત લોકગીતોની રચના અને ગુજરાતીની લોકસંસ્કૃતિને ઉજાગર કરતી અવાજની સુંદરતા ગીતાબેન રબારીને આજે એક લોકપ્રિય અને ઍવોર્ડવિનિંગ ગાયિકા બનાવે છે. તેઓ જે રીતે લોકસંગીતને નવી પેઢી સુધી પહોંચાડે છે તે ખરેખર પ્રશંસનીય છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!