ગ્લેન મેક્સવેલે વનડે ક્રિકેટને કહ્યુ અલવિદા…હવે કરશે T20 પર ફોકસ, જીતી ચૂક્યો છે 2 વર્લ્ડ કપ
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નિવૃત્તિનો દોર ચાલી માહોલ છે. રોહિત શર્મા પછી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટ છોડી દીધું. ત્યારબાદ શ્રીલંકાના એન્જેલો મેથ્યુઝે પણ નિવૃત્તિની જાહેરાત કરી. ત્યારે ગત રોજ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. 36 વર્ષીય મેક્સવેલે 2012 માં ઓસ્ટ્રેલિયા માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. તે 2015 અને 2023 ના વર્લ્ડ કપ વિજેતા ટીમોનો પણ ભાગ હતો.
જો કે, તે હાલ માટે T20 આંતરરાષ્ટ્રીય મેચો રમવાનું ચાલુ રાખશે. ODI ઇતિહાસની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક ઈનિંગ 2023ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ગ્લેન મેક્સવેલના બેટથી આવી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 292 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ટીમના 7 બેટ્સમેન 91 રન પર આઉટ થયા હતા. અહીંથી હાર નિશ્ચિત દેખાતી હતી પણ પછી મેક્સવેલનું તોફાન આવ્યું.
તેણે 128 બોલમાં 201 રનની અણનમ ઇનિંગ રમી. હેમસ્ટ્રિંગના કારણે તે ચાલી પણ શકતો ન હતો. આ પછી પણ તેણે ટીમને જીત તરફ દોરી. ગ્લેન મેક્સવેલે માર્ચમાં જ વનડે છોડી દેવાનો નિર્ણય લીધો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેલીને કહ્યું હતું કે તેને નથી લાગતું કે તે 2027ના વર્લ્ડ કપમાં રમી શકશે.
મેક્સવેલે કહ્યું- મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે જે ખેલાડીઓ મારું સ્થાન લેવા જઈ રહ્યા છે તેઓએ તેના માટે આયોજન શરૂ કરી દેવું જોઈએ. આ તકનો લાભ લેવાનો પ્રયાસ કરો અને 2027 વર્લ્ડ કપ માટે તે સ્થાનને તમારું બનાવો. આશા છે કે તેને અગાઉથી પૂરતી તકો મળશે જેથી તે તે ભૂમિકામાં સફળ થઈ શકે.
ગ્લેન મેક્સવેલે પોતાના 13 વર્ષના વનડે કરિયરમાં 149 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેના બેટે 33.81 ની સરેરાશ અને 126.70 ના સ્ટ્રાઇક રેટથી 3990 રન બનાવ્યા.આ સમયગાળા દરમિયાન તેણે 4 સદી અને 23 અડધી સદી ફટકારી. બોલિંગમાં તેણે 77 બેટ્સમેનોની વિકેટ લીધી. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 40 રનમાં 4 વિકેટ છે.
View this post on Instagram
ભારત સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ તેની વનડે કારકિર્દીની છેલ્લી મેચ હતી. 4 માર્ચે દુબઈમાં રમાયેલી મેચમાં મેક્સવેલ 7 રન બનાવીને અક્ષર પટેલના બોલ પર બોલ્ડ થયો હતો. મેક્સવેલ આઈપીએલ 2025 માં પંજાબ કિંગ્સનો ભાગ હતો પરંતુ ઈજાને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
The ultimate entertainer has played his last one-day international.
What a pleasure it’s been watching @Gmaxi_32 in action 💪💥 pic.twitter.com/IlWmLXup2O
— Cricket Australia (@CricketAus) June 2, 2025