RCBને જીતતી જોવા માટે દુલ્હાએ રોકાવી દીધી લગ્નની રસ્મ…પછી જે થયુ તે જોઇ રડી પડશો તમે- જુઓ વીડિયો

18 વર્ષની લાંબી રાહ જોયા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આખરે તેનું પહેલું IPL ટાઇટલ જીતવામાં સફળ રહ્યું. RCB ટ્રોફી જીતી ત્યારે ચાહકોની ખુશીનો કોઈ પાર નથી. ચોક્કસ તે ક્ષણ દરેક ચાહક માટે ખાસ હશે જ્યારે RCB ચેમ્પિયન બન્યું. કેટલાક ખુશીથી નાચ્યા તો કેટલાકની આંખોમાં આંસુ આવી ગયા હશે. સોશિયલ મીડિયા પર આવા વીડિયોનું પૂર આવી ગયુ છે જેમાં ચાહકો RCBની જીતની ઉજવણી કરતા જોવા મળે છે.

આ દરમિયાન, એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યુ છે કે દુલ્હાએ RCBની જીત જોવા માટે તેના લગ્નની વિધિઓ અધવચ્ચે જ રોકાવી દીધી. 3 જૂન, 2025 ના રોજ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ, જેમાં RCB એ PBKS ને 6 રનથી હરાવ્યું અને પહેલી વાર IPL ટ્રોફી જીતી. આ સાથે RCb ટીમ અને ફેન્સ બંનેની વર્ષોની રાહનો અંત આવ્યો. RCB ની જીત સાથે કરોડો ચાહકો ઉજવણીમાં ડૂબી ગયા.

જો કે એક દુલ્હાએ તો RCB ની જીત જોવા માટે તેના લગ્નની વિધિ રોકાવી દીધી. આ પછી ટીમ ચેમ્પિયન બનતાની સાથે જ લગ્નમાં હાજર બધા મહેમાનોએ જીતની ઉજવણી કરી. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે વરરાજા અને બધા મહેમાનો લગ્ન અટકાવીને RCB અને પંજાબ કિંગ્સની ફાઇનલ મેચ જોઈ રહ્યા છે. આ મેચ એવા સમયે થાય છે જ્યારે RCB જીતની આરે હતી. આવી સ્થિતિમાં બધા ઉજવણી કરવાનું શરૂ કરે છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે RCB મેચ જીતતાની સાથે જ મેદાનમાં એક તરફ વિરાટ કોહલી ભાવુક થઈ રહ્યો છે.

આ દરમિયાન, લગ્નમાં હાજર મહેમાનો ટીમની આ જીતની ઉજવણી કરવાનું શરૂ કરે છે. બધા ત્યાં ખુશીથી નાચતા, તાળીઓ પાડતા જોવા મળે છે. વાયરલ વીડિયોને rvcjinsta એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- “આ RCB એ કમાયું છે.” વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

Shah Jina
error: Unable To Copy Protected Content!