14 વર્ષના વૈભવ સૂર્યવંશીને ઇનામમાં મળી આ જોરદાર ગાડી, પણ ચલાવી નહિ શકે- જાણો કારણ

સુપર સ્ટ્રાઇકર બન્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, ઇનામમાં મળી Tata Curv કાર, પણ ચલાવી નહિ શકે

14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં રાજસ્થાન રોયલ્સ (RR) વતી શાનદાર પ્રદર્શન કર્યું. આ દરમિયાન વૈભવે ગુજરાત ટાઇટન્સ (GT) સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી. આ સાથે વૈભવ IPLના ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો.

વૈભવ સૂર્યવંશીએ તેની પ્રથમ IPL સીઝનમાં કુલ 7 મેચ રમી, અને 252 રન બનાવ્યા. વૈભવે IPL 2025 માં 122 બોલનો સામનો કરતા 24 છગ્ગા અને 18 ચોગ્ગા ફટકાર્યા. વૈભવ સૂર્યવંશીને IPL 2025 માં તેની તોફાની બેટિંગને કારણે ‘સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન’ એવોર્ડ મળ્યો છે. વૈભવ સૂર્યવંશીને ઈનામ તરીકે Tata Curv EV કાર આપવામાં આવી.

આ કાર ભારતમાં સૌથી લોકપ્રિય ઇલેક્ટ્રિક કારમાંની એક છે, પરંતુ વૈભવ હાલમાં આ કાર ચલાવી નહિ શકે. કારણ કે તે ફક્ત 14 વર્ષનો છે, અને ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. એટલે કે, આ મહાન ઇલેક્ટ્રિક કાર હોવા છતાં વૈભવને તેને ચલાવવા માટે થોડા વધુ વર્ષો રાહ જોવી પડશે.

Tata Curv EV ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 17.49 લાખ રૂપિયા છે, જ્યારે તેનું ટોપ મોડેલ 22.24 લાખ રૂપિયા સુધી જાય છે. સરકારની EV સબસિડી યોજનાઓ અને ડીલરશીપ ઓફરને કારણે, ગ્રાહકો તેને વધુ સસ્તા ભાવે ખરીદી શકે છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!